GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 3

GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 3

1. ભારતમાં ‘પ્રથમ ટાપુ વાળો જિલ્લો’ કયા રાજ્યમાં આવેલો છે? 
(A) આસામ
(B) મણિપુર
(C) અરુણાચલ પ્રદેશ
(D) બિહાર
2. બીરગંજ-થોરી માર્ગ પરિયોજનામાં …….. ને ભારત દ્વારા સહાય આપવામાં આવશે.
(A) નેપાળ
(B) ભૂતાન
(C) મ્યાનમાર
(D) બાંગલાદેશ
3. નીચેના પૈકી કઈ નદીનો સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે ?
(A) મહાનદી 
(B) નર્મદા
(C) તાપી
(D) કાવેરી
4. સૂરમા ઘાટી ……. માં સ્થિત છે.
(A) રાજસ્થાન
(B) આસામ
(C) મધ્ય પ્રદેશ
(D) છત્તીસગઢ
5. નીચેના પૈકી કયા રાજ્યમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?
(A) તેલંગાણા
(B) કેરળ
(C) મહારાષ્ટ્ર
(D) ગુજરાત
6. કઈ નદી ગ્રહજાત પર્વતમાળાને બે ભાગમાં વિભાજિત કરે છે ?
(A) ગોમતી
(B) ગોદાવરી
(C) મહાનદી
(D) તાપી
7. …….. પર્વતમાળા ભારતના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલી છે. 
(A) શિવાલિક
(B) સહ્યાદ્રિ
(C) મહાદેવ
(D) વિંધ્યા
8. નીચે આપેલી નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાનની કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ?
(A) નર્મદા – માઇક્લ પર્વતમાળા
(B) સાબરમતી – અરવલ્લી પર્વતમાળા
(C) તાપી – સાતપૂડા પર્વતમાળા
(D) ગોદાવરી – પૂર્વીય ઘાટ
9. ગંગાની સૌથી મોટી ઉપનદી ………. છે.
(A) સોન
(B) કોશી
(C) ગંધક
(D) દામોદર
10. શોલા ઘાસનાં મેદાનો ક્યાં જોવા મળે છે.
(A) હિમાલય
(B) વિંધ્યાચલ
(C) પશ્ચિમી ઘાટ
(D) પૂર્વી ઘાટ
11. નીચેના પૈકી કઈ માટી કુદરતી રીતે નવીનીકરણ પામે છે અને તેને ઓછામાં ઓછા ખાતરની આવશ્યકતા પડે છે?
(A) કાંપવાળી માટી
(B) લાલ માટી
(C) રણની માટી
(D) લેટેરાઈટ માટી
12. કરેવા એટલે …….
(A) પૂર્વ હિમાલયના હિમવર્તી નિક્ષેપ
(B) કશ્મીર હિમાલયના હિમવર્તી નિક્ષેપ
(C) પશ્ચિમ હિમાલયના કાંપવાળા નિક્ષેપ
(D) વ્યાપક કાંપવાળા નિક્ષેપ દર્શાવે છે.
13. નીચેના કયા રાજ્યમાં ગંગા નદી વહે છે?
(A) હિંમાચલ પ્રદેશ
(B) બિહાર
(C) ઓડિશા
(D) છત્તીસગઢ
14. નીચેની જોડીઓમાંથી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? 
(A) મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાતના વિસ્તાર
(B) ઓછો વરસાદ – ઉત્તર ગુજરાત
(C) અપૂરતો વરસાદ – ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર
(D) ઉપરોક્ત તમામ
15. નીચેના પૈકી કઇ “મિશ્રિત ખેતીની” મુખ્ય લાક્ષણિકતા છે?
(A) રોકડિયો પાક અને ખાધ પાક બંનેની ખેતી
(B) એક જ ખેતરમાં બેથી વધુ પાકની ખેતી
(C) પશુપાલન સંભાળ અને ખેતી બંને એકસાથે
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
16. નીચેની કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી? 
(A) ખરીફ – ચોખા, બાજરી, કપાસ
(B) રવી – ઘઉં, જવ
(C) બંને ખરીફ અને રવી – શેરડી, તંબાકુ
(D) ઉપરોક્તમાંથી ગઈ નહિ.
17. નીચેના પૈકી કઈ નદીનો તટપ્રદેશ પ્રાકૃતિક ગેસનો સૌથી મોટો ઉત્પાદક છે?
(A) કૃષ્ણા – ગોદાવરી 
(B) કૃષ્ણા – ગંડક
(C) કૃષ્ણા – મહા નદી
(D) ગોદાવરી – મહા નદી
18. ઈન્દ્રાવતી ટાઇગર રિઝર્વ ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ?
(A) આંધ્ર પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) મધ્ય પ્રદેશ
(D) ઉત્તર પ્રદેશ
19. ડચીગાંવ રાષ્ટ્રીય ઉધાન કયા પ્રાણીના સંરક્ષણ માટે છે ?
(A) મણિપુર મૃગ
(B) હંગુલ
(C) એકશીંગવાળો ગેંડો
(D) ગીધ
20. આંધ્ર પ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અલગ થયું હતું ?
(A) 10
(B) 12
(C) 11
(D) 14
21. નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે ?
(A) 13
(B) 19
(C) 16
(D) 10
22. પશ્ચિમ બંગાળના કાલિમ્પાંગને તિબેટની રાજધાની લ્હાસા સાથે જોડતો મુખ્ય વ્યાપારીમાર્ગ સિક્કિમની ચુંબી ખીણમાં ……. થી પસાર થાય છે. 
(A) નાથુ લા
(B) શિપકી લા
(C) જેલેપ લા
(D) થાગ લા
23. ગંડક નદી બિહારના ક્યા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે?
(A) ચંપારણ
(B) મધુબાની
(C) વૈશાલી
(D) સમસ્તીપુર
24. જે જમીનમાં સામાન્ય રીતે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ અને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને જૈવિક પદાર્થોની અછત જોવા મળે છે, તેવી જમીનને શું કહે છે?
(A) કાંપની જમીન
(B) લેટેરાઈટ જમીન
(C) કાળી જમીન
(D) ઉપર પૈકી એક પણ નહીં.
25. નીચેના પૈકી કયાં વાક્યો સાયાં છે ?
(1) શેરડીનું ઉત્પાદન સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં થાય છે.
(2) શેરડીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે,
(A) પ્રથમ વાક્ય સાચું છે.
(B) બીજું વાક્ય સાચું છે.
(C) પ્રથમ અને બીજું બંને વાક્ય સાચાં છે.
(D) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય નથી.
26. ભારતની વાણિજ્યક સંસ્થાઓ અને તેના કાર્યમથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) કોફી બોર્ડ – બેંગાલુરુ (બેંગલોર)
(B) રબ્બર બોર્ડ – કોટ્ટાયન
(C) ટી બોર્ડ (Tea Board) – કોલકાતા
(D) સ્પાઇસીસ બોર્ડ (Spice-Board) – ચેન્નાઈ 
27. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા “ડિજિટલ આર્ટ ગેલેરી” કયા રાજ્યમાં સ્થાપવામાં આવેલ છે ?
(A) હરિયાણા
(B) મહારાષ્ટ્ર
(C) ઉત્તર પ્રદેશ
(D) મધ્ય પ્રદેશ
28. નીચેનાં પૈકી પક્ષી જોવાનાં સ્થળો (Bird watchIng slghts) અને રાજ્યને દર્શાવતાં જોડકાંઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી ?
(A) જીમ કોર્બેટ નેશનલ પાર્ક – ઉત્તરાખંડ,
(B) ભરતપુર કોલાડિયો ઘાના (Keoladeo Ghana) અભયારણ્ય – રાજસ્થાન
(C) સુલતાનપુર પક્ષી અભયારણ્ય – હરિયાણા
(D) ડો. સલીમઅલી પક્ષી અભયારણ્ય – ઉત્તર પ્રદેશ.
29. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ઈ કરમાળા આવેલી છે ?
(A) સહ્યાદ્રિની
(B) અરવલીથી
(C) અનામલાઇની
(D) સાતપુડાની
30. ભારતમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વધુ છે ?
(A) ઉષ્ણકટિબંધીય કાંટાળાં જંગલો
(B) સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસનાં મેદાનો
(C) ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
(D) ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો
31. ઉત્તર-પૂર્વ શ્રીમતિ રેલવેનું વડું મથક કયું છે ?
(A) કોલકાતા
(B) ગોરખપુર
(C) માલીગાંવ-ગુવાહાટી
(D) હાજીપુર
32. બૃહદ સિંચાઈ યોજનામાં કૃષિયોગ્ય કમાંડોત્ર કેટલા હેક્ટર હોય છે?
(A) 10,000 હેક્ટરથી વધુ
(B) 5000 થી 10000 હેક્ટર વચ્ચે
(C) 2000 થી 10000 હેક્ટર વચ્ચે
(D) 5000 હેક્ટર સુધી
33. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(1) ગુજરાતનું કુલ જંગલ આવરણ 14653 ચોરસ કિલોમીટર છે.
(2) 376 ચોરસ કિલોમીટર ખૂબ જ ગાઢ જંગલ છે.
(3) 9057 ચોરસ કિલોમીટર ખુલ્લા જંગલ છે.
(4) 3220 ચોરસ કિલોમીટર ગાઢ જંગલ છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો,
(A) કેવળ 1
(B) કેવળ 2
(C) કેવળ 3
(D) કેવળ 4
34. નીચેનામાંથી કઈ બીજા નંબરની સૌથી મોટી પૂર્વ વહેણની દ્વીપકલ્પીય નદી છે?
(A) કાવેરી
(B) નર્મદા
(C) કૃષ્ણા
(D) તાપી
35. એશિયામાં સૌથી મોટા માનવસર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે?
(A) દામોદર ઘાટી પરિયોજના
(B) રિહન્દ નદી
(C) ચંબલ પરિયોજના
(D) તેહરી બંધ
36. મહત્ત્વપૂર્ણ નૌપરિવહન બકિંગહામ કેનાલ કયા બે રાજ્યો વચ્ચેથી પસાર થાય છે?
(A) કેરળ અને તામિલનાડુ
(B) ઓડિશા અને આંધ્ર પ્રદેશ
(C) આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ
(D) પશ્ચિમ બંગાળ અને ઓડિશા
37. નીચેના પૈકી કઈ માટીનો ઉપયોગ ઘર બાંધવાની ‘ઈંટ’ બનાવવામાં થાય છે?
(A) લેટરાઈટ માટી
(B) કાળી માટી
(C) લાલ માટી
(D) કાંપવાળી માટી
38. નીચેની પૈકી કઈ જોડી ખોટી રીતે મેળ ખાતી જણાય છે?
(A) ડાફ્તા પહાડી – મણિપુર 
(B) કૈમૂર પહાડી – મધ્ય પ્રદેશ
(C) માંડવ પહાડી – ગુજરાત
(D) શેવારોય પહાડી – તામિલનાડું
39. નીચેનાં નિવેદનો જુઓ.
(1) હવાઈ પરિવહન પહાડી વિસ્તારો અને રણવિસ્તારોમાં રેલવે કરતાં વધુ કિફાયતી છે.
(2) ભારતમાં હવાઈ પરિવહન મુખ્યત્વે વિકસિત થયું નથી. કારણ ભારત પાસે ઘણી સંખ્યામાં હવાઈ જહાજ નથી.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) કેવળ 1
(B) કેવળ 2
(C) 1 અને 2
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
40. ભારતના પ્રમાણ સમયની રેખા કેટલાં રાજ્યોમાંથી પસાર થાય છે ?
(A) ચાર
(B) પાંચ
(C) છ
(D) સાત
41. ભારતમાં મેહગિની, અબનૂસ, રઝવુડ રબર વગેરે વૃક્ષો કયા પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે ?
(A) ઉષ્ણકટિબંધીય ખાઉ જંગલો
(B) સમશીતોષ્ણ કટિબંધીય જંગલો
(C) ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
(D) ઉષ્ણકટિબંધીય કાંટાળાં જંગલો
42. બાંદીપુર અભયારણ્ય ક્યાં આવેલ છે ?
(A) મહારાષ્ટ્ર
(B) રાજસ્થાન
(C) મધ્ય પ્રદેશ
(D) કર્ણાટક
43. નીચે દર્શાવેલ ક્યા પાકને કાળી અને ખનીજ કૃત્યોના વધુ પ્રમાણવાળી જમીન, 20° સે.થી 35° સે. તાપમાન અને 30 સેમી.થી 70 સેમી. વરસાદ અનુકૂળ આવે છે ?
(A) ઘઉં
(B) કપાસ
(C) ડાંગર
(D) મકાઈ
44. ત્રિચક્રી વાહનોના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે ? 
(A) બીજો
(B) ત્રીજો
(C) પાંચમો
(D) છઠ્ઠો
45. પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?
(A) તામિલનાડુ
(B) કર્ણાટક
(C) આંધ્ર પ્રદેશ
(D) કેરળ
46. ભારત વિશ્વમાં અનાજ ઉત્પાદન કરવામાં કેટલામાં સ્થાન પર છે ?
(A) બીજા
(B) ચોથા
(C) પહેલા
(D) ત્રીજા
47. ભારતમાં હમરીબાગ, સિંહભૂમ તથા બાલાઘાટમાં કઈ ખનીજ પ્રાપ્ત થાય છે ?
(A) બોક્સાઈટ
(B) તાંબું
(C) લોખંડ
(D) ઉપર પૈકી એકપણ નહીં.
48. નીચેનામાંથી કયું લોખંડ-પોલાદ કેન્દ્ર ઝારખંડ રાજ્યનું છે ?
(A) રાઉરકેલા પોલાદ કેન્દ્ર
(B) ભારતીય લોખંડ-પોલાદ પની
(C) બોકારો પોલાદ કેન્દ્ર
(D) સેલમ પોલાદ કેન્દ્ર
49. ભારતમાં કુલ કેટલા કિમી. રસ્તાઓનું નેટવર્ક (Road Network) છે ?
(A) 44.8 લાખ કિલોમીટર
(B) 54.8 લાખ કિલોમીટર
(C) 64.8 લાખ કિલોમીટર
(D) 34.8 લાખ કિલોમીટર
50. નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ (75) છે ?
(A) મધ્ય પ્રદેશ
(B) આંધ્ર પ્રદેશ
(C) ઉત્તર પ્રદેશ
(D) પશ્ચિમ બંગાળ
51. ભારતમાં આવેલો સૌથી મોટો બોટાનિકલ ગાર્ડન કયો ? 
(A) ઉટી – તામિલનાડુ
(B) શ્રીનગર – જમ્મુ-કાશ્મીર
(C) મૈસૂર – કર્ણાટક – હ
(D) શિબપુર – પશ્ચિમ બંગાળ
52. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે (NAHI), આંતરરાષ્ટ્રીય પરિયોજનાના ભાગરૂપે …… ત્રિપક્ષી રાજમાર્ગ કરાર કર્યા છે.
(A) ભારત-ભુતાન-બાંગ્લાદેશ
(B) ભારત-ભુતાન-નેપાળ
(C) ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ 
(D) ભારત-મ્યાનમાર-ભુતાન
53. નીચેનાં રાજ્યોમાંથી ભારતના કયા રાજ્યમાં સૌથી જૂના શૈલસમૂહ છે?
(A) કર્ણાટક
(B) આસામ
(C) બિહાર
(D) ઉત્તર પ્રદેશ
54. નીચેના પૈકી કયો ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ છે?
(A) NW-1 અલાહાબાદથી હન્દિયા
(B) NW-4 કાકીનાડાથી પોંડિચેરી
(C) NW-5 તાલચેરથી ધામરા
(D) NE-2 સદિયાથી ધ્રુબરી
55. ભારતમાં તેલંગાણા રાજ્યની સ્થાપના પછી, કુલ કેટલાં રાજ્યો તટવર્તી સહભાગિતા ધરાવે છે ?
(A) 8
(B) 9
(C) 10
(D) 11
56. જો આપણે ઘડિયાલ મગરને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં જોવા માંગતા હોય તો, નીચેના પૈકી કયું સ્થળ મુલાકાત માટે શ્રેષ્ઠ છે.
(A) ચંબલ નદી
(B) પુલિફ્ટ સરોવર
(C) દીપોર બિલ
(D) ઉપરોક્તમાંથી ફોઈ નહિ
57. ભારતમાં સૌપ્રથમ વખત કન્ટેનર પરિવહન કયા આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગ શરૂ થયો હતો?
(A) રાષ્ટ્રીય જળમાર્ગ – I
(B) રાષ્ટ્રીય જળમાર્ગ – II
(C) રાષ્ટ્રીય જળમાર્ગ – III
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
58. ………. પ્રકારનાં જંગલો મરી, લવિંગ, ઈલાયચી જેવા તેજાનાની બાગાયત માટે ઉપયોગી છે.
(A) ઉત્તમ કેટિબંધીય
(B) ઉષ્ણકટિબંધીય કાંટાળા
(C) ઉષ્ણકટિબંધીય
(D) પર્વતીય પાનખર નિત્ય લીલાં
59. છત્તીસગઢના બસ્તર જિલ્લાની …… ની ખાણ એશિયાની સૌથી મોટી સુસજ્જિત (mechanised) ખાણ છે. 
(A) કોલસો
(B) લોહ અયસ્ક
(C) મેંગેનીઝ
(D) બોક્સાઈટ
60. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?
(A) પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન : હિમાચલ પ્રદેશ
(B) મરીન રાષ્ટ્રીય ઉદ્યાન : ગુજરાત
(C) સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન : મહારાષ્ટ્ર
(D) પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન : મધ્યપ્રદેશ
61. ડેડીકેટેડ ફ્રાઈટ કોરિડોર (DFC)ના એલાઈન્મેન્ટની સમાંતર બાજુએ આશરે  ……. કિ.મી.નો વિસ્તાર દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) તરીકે વિકસાવવામાં આવી રહેલ છે.
(A) 50
(B) 75
(C) 100
(D) 150
62. નીચેના પૈકી ક્યુ બંદર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે યુ.એસ.એ.થી સૌથી નજીકનું ભારતનું બંદર છે?
(A) કંડલા
(B) મુંદ્રા
(C) કોચી
(D) વિશાખાપટ્ટનમ્
63. ભારતમાં કર્યું રાજ્ય પવન ઊર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પાદન કરે છે ?
(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) મહારાષ્ટ્ર
(D) તામિલનાડુ
64. ગુજરાતનો ગાંધીનગર સાથે સંબંધ જોઈ તેવો સંબંધ ઝારખંડ માટે જણાવો.
(A) રાંચી
(B) રાયપુર
(C) જમશેદપુર
(D) ભુવનેશ્વર
65. માનસરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
(A) જેલમ
(B) સતલજ
(C) યમુના
(D) રાવી
66. રાણીગંજ શાના માટે જાણીતું સ્થળ છે ? 
(A) કોલસાની ખાણ
(B) રાસાયણિક ખાતર
(C) યંત્રઉધોગ
(D) સિમેન્ટ ઉદ્યોગ
67. ભારત 8°4′ ઉત્તર અક્ષાંશથી ……… ઉત્તર અક્ષાંશ વચ્ચે ફેલાયેલો વિશાળ અને સમૃદ્ધ દેશ છે.
(A) 37°4′
(B) 37°6′
(C) 37°7′
(D) 38*2′
68. સિક્કિમ કયા વર્ષથી ભારતનું રાજ્ય બન્યું ?
(A) 1970
(B) 1971
(C) 1975
(D) 1978
69. ભારતમાં નીચેના પૈકી કયો પ્રદેશ મેનગ્રૂવ જંગલ, સદાબહાર (લીલાં) જંગલ અને પાનખર જંગલનું સંયોજન ધરાવે છે ?
(A) દક્ષિણ – પશ્ચિમ બંગાળ
(B) દક્ષિણ સૌરાષ્ટ્ર
(C) આંદામાન અને નિકોબાર ટાપુઓ
(D) ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ
70. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્ય પાસે થોરિયમના સૌથી વધુ ભંડારો છે ?
(A) આંધ્ર પ્રદેશ
(B) કેરળ
(C) પશ્ચિમ બંગાળ
(D) ગુજરાત
71. નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે ?
(A) કુન્ડનકુલમ – તામિલનાડુ – રશિયાના સહેકાથી
(B) જઈતાપુર – મહારાષ્ટ્ર – ફ્રાન્સના સહકારથી
(C) વીરડી – ગુજરાત – USAના સહકારથી
(D) ઉપરના તમામ
72. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) તેહરી બંધ – ભગીરથી
(B) ભાખરા નાંગલ – સતલજ
(C) નાગાર્જુનસાગર – ગોદાવરી
(D) ગાંધીસાગર બંધ – ચંબલ
73. ભારતીય માર્ગની કુલ નેટવર્ક લંબાઈમાં નીચેના પૈકી કયા પ્રકારનો માર્ગ સૌથી વધારે હિસ્સો ધરાવે છે ?
(A) રાષ્ટ્રીય ધોરીમાર્ગ
(B) રાજ્ય ધોરીમાર્ગ
(C) ગ્રામીણ રસ્તાઓ
(D) શહેરી રસ્તાઓ
74. નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ?
(A) મન્નારનો અખાત – તામિલનાડુ – ડુગાંગ
(B) પંચમઢી બાયોસ્ફીયર રિઝર્વ – મધ્ય પ્રદેશ – વિશાળ ખિસકોલી
(C) ઠંડું રણ – અસમ – સ્નો લેપર્ડ
(D) પન્ના – મધ્ય પ્રદેશ – સાંભર, ચિંકારા
75. વિશ્વનું સૌથી વિશાળ સૌર-ઉધાન ‘શક્તિ સ્થળ’ ….. રાજ્યમાં શરૂ થયું છે.
(A) ગુજરાત
(B) કર્ણાટક
(C) મધ્યપ્રદેશ
(D) કેરળ
76. ભારતનું કયું તળાવ વિશ્વભરમાં ઈરાવડી ડોલ્ફિનનું સૌથી મોટું નિવાસસ્થાન છે ?
(A) ચિલ્કા
(B) કોલ્લેરુ
(C) પુલિકટ
(D) પુષ્કર
77. પૂર્વીયઘાટો અને પશ્ચિમઘાટ મળે છે ત્યાં નીચેની પૈકી કઈ ટેકરીઓ આવેલી છે ?
(A) અન્નામલાઈ
(B) કાર્ડામોમ
(C) નીલગિરિ
(D) શેવરોય
78. નીચેની પૈકી કઈ નદી ઉપર તેહરી જળવિદ્યુત સંકુલ આવેલું છે ?
(A) અલકનંદા
(B) ભગીરથી
(C) ધૌલીગંગા
(D) મંદાકિની
79. નીચેની પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી ?
(A) બિયાસ
(B) ચિનાબ
(C) રાવિ
(D) સતલજ
80. ભારતમાં કયા પ્રકારનાં વનોનો સૌથી વિશાળ વિસ્તાર છે ?
(A) પર્વતીય ભીનાં સમશીતોષ્ણ વન
(B) ઉષ્ણકટિબંધીય સૂકાં સદાબહાર વન
(C) ઉષ્ણકટિબંધીય ભેજવાળાં પર્ણપાતી વન
(D) ઉષ્ણકટિબંધીય ભીનાં સદાબહાર વન
81. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જાડાયેલ નથી ?
(A) કચ્છનું રણ – ઘુડખર
(B) દાચીગામ – રાતા પાંડા
(C) સુન્દરવન – બંગાળ વાઘ
(D) પોબીટોરા – એક શિંગડાવાળા ગેંડા
82. ભારત વિશ્વમાં ફ્ળોના ઉત્પાદનમાં …….. નંબરનો દેશ છે. 
(A) ત્રીજા
(B) ચોથા
(C) બીજા
(D) પાંચમા
83. સિંધુ જળ સંધિ, 1960 અનુસાર ભારત નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદીના પાણીના પ્રવાહને નિયંત્રણ કરી શકાતું નથી ?
(A) ઝેલમ
(B) રાવી
(C) સતલજ
(D) બિયાસ
84. મેદાનની નીચે દર્શાવેલ લાક્ષણિકતાઓને વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) આ પ્રદેશ એવો નીચો ભાગ છે કે જ્યાં નદીઓના પૂરનાં પાણી દર વર્ષે પહોંચે છે અને નવી માટી લાવીને પાથરે છે.
(2) આ પ્રદેશ ભૂમિગત જળના ઉત્તમ સંગ્રાહક તરીકે જોવા મળે છે.
(A) ભાબર
(B) ખદર
(C) રેહ
(D) બાંગર
85. ઉત્તર ભારતનાં મેદાનોમાં કયા પ્રકારનાં જંગલો “પાર્કલેન્ડ ભૂમિર્દશ્ય”નું નિર્માણ કરે છે? 
(A) આર્ક (ભેજવાળાં) પાનખર જંગલો
(B) શુષ્ક પાનખર જંગલો
(C) ઉષ્ણકટિબંધીય કાંટાળાં જંગલો
(D) ઉપર પૈકી એક પણ નહીં.
86. કયું રાજ્ય ભારતનું 70% તાંબું ઉત્પન્ન કરે છે ?
(A) આંધ્ર પ્રદેશ
(B) હિમાચલ પ્રદેશ
(C) રાજસ્થાન
(D) ઝારખંડ
87. પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર તૈયાર કરવામાં આવેલ છે ?
(A) કાવેરી
(B) પાયકારા
(C) તામ્રપર્ણી
(D) પેરિયાર
88. રાષ્ટ્રીય જળમાર્ગ-1 નો વિસ્તાર નીચે પૈકી કયો છે ?
(A) કોટ્ટાપુરમ – કોલમ્
(B) અલાહાબાદ – હન્દિયા
(C) સાદિયા – ધુબરી
(D) કાકીનાડા – ગોદાવરી – કૃષ્ણા નદીનો વિશેષ વિસ્તાર
89. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયું રાજ્ય કુલ સૌથી વધુ કિલોમીટરના રાજ્ય ધોરીમાર્ગ (State Highways) ધરાવે છે ?
(A) ગુજરાત
(B) આંધ્રપ્રદેશ
(C) રાજસ્થાન
(D) કર્ણાટક
90. રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
(A) કોલકાતા
(B) હૈદરાબાદ
(C) મુંબઈ
(D) પણજી
91. સન 1959માં ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત ક્યાંથી થઈ હતી ?
(A) દિલ્હીથી
(B) મુંબઈથી
(C) કોલકાતાથી
(D) બેંગલુરથી
92. નીચેનામાંથી કઈ ભારતની આર્દ્રભૂમિ રામસર કન્વેન્શનનો ભાગનથી ?
(A) નળ સરોવર – ગુજરાત
(B) ભોજ આર્દ્રભૂમિ – મધ્ય પ્રદેશ
(C) કોલ્લરુ સરોવર – આંધ્ર પ્રદેશ
(D) થોળ સરોવર – ગુજરાત
93. નીચે દર્શાવેલ દેશો પૈકી ભારતની સરહદ કયા દેશ સાથે સૌથી વધુ છે ?
(A) ચીન
(B) બાંગ્લાદેશ
(C) પાકિસ્તાન
(D) મ્યાનમાર
94. જો આપ રાજસ્થાનથી નાગાલેન્ડ સીધી લીટીમાં પ્રવાસ કરો તો નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદીને પાર કરવાની થતી નથી ?
(A) યમુના
(B) બ્રહ્મપુત્રા
(C) સિંધુ
(D) ગંગા
95. નીચેનાં વિધાનો ચકાસીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પૂર્વઘાટની સરખામણીમાં પશ્ચિમઘાટની ઊંચાઈ વધુ છે.
2. અનાઈમુડી શિખર પશ્ચિમઘાટમાં આવેલું છે.
(A) વિધાન 1 સાચું અને 2 ખોટું છે.
(B) બંને વિધાન સાચાં છે.
(C) બંને વિધાન ખોટાં છે.
(D) વિધાન 1 ખોટું અને 2 સાચું છે.
96. લોકત્તાક સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?
(A) મિઝોરમ
(B) અરુણાચલ પ્રદેશ
(C) સિક્કિમ
(D) મણિપુર
97. સામાન્યતઃ સરેરાશ 50થી 100 સેન્ટિમીટર વરસાદ ક્યાં પડે છે ?
(A) ઓરિસ્સા
(B) કર્ણાટક
(C) મેઘાલય
(D) હરિયાણા
98. વિશ્વમાં વાઘોની સંખ્યાની વૃદ્ધિ માટે “ગ્લોબલ ટાઇગર ફોરમ“ નામનું આંતરરાષ્ટ્રીય મંચ છે. ભારતમાં આ ફોરમની શરૂઆત કયા વર્ષમાં થયેલ છે ?
(A) ઈ.સ. 1992
(B) ઈ.સ. 1993
(C) ઈ.સ. 1990
(D) ઈ.સ. 1985
99. નીચેનામાંથી કયા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પૂર આવે છે ?
(A) આસામ
(B) પશ્ચિમ બંગાળ
(C) કેરળ
(D) તામિલનાડુ
100. નીચેનાં વિધાનો ચકાસીને યોગ્ય વિક્લ્પ પસંદ કરી.
1. અડદ અને મગ એ બંને ખરીફ પાક છે.
2. તલ ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે.
(A) બંને વિધાનો ખોટાં છે.
(B) બંને વિધાનો સાચાં છે.
(C) વિધાન 1 સાચું અને 2 ખોટું છે.
(D) વિધાન 1 ખોટું અને 2 સાચું છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *