GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 4

GPSC PT 2016 to 2023 Solved – ભૂગોળ – 4

1. ભારતમાં ઈ.સ. 1854માં સુતરાઉ કાપડની મિલ ક્યાં શરૂ થઇ હતી?
(A) કોલકાતા
(B) અમદાવાદ
(C) સોલાપુર
(D) મુંબઈ 
2. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ-3 માં કર્યો વિસ્તાર સમાવિષ્ટ છે ? 
(A) સાદિયા – દુબરી
(B) અલાહાબાદ – હદિયા
(C) કોટ્ટાપુરમ – કોલમ
(D) કાકીનાડા – ગોદાવરી અને કૃષ્ણા નદીનો વિશેષ વિસ્તાર
3. ભારતીય વન સ્થિતિ અહેવાલ, 2017 અનુસાર કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વન ક્ષેત્ર છે ?
(A) 20%
(B) 19.50%
(C) 21.54%
(D) 21%
4. તામિલનાડુ સ્થિત કુડનકુલમ પરમાણુ વિદ્યુત પરિયોજના નિર્માણમાં ……… સાથે સહયોગ કરવામાં આવ્યો છે.
(A) ROSATOM
(B) વિસ્ટિંગ્લાઉસ
(C) તોશિબા
(D) એવુ
5. …… તામિલનાડુ રાજ્ય અને શ્રીલંકાના ઉત્તરખંડના ઉત્તરીય પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે આવેલી સામુદ્રધુની છે.
(A) પાક સામુદ્રધુની
(B) વોક સામુદ્રધુની
(C) ટોક સામુદ્રધુની
(D) બાક સામુદ્રધુની
6. નીચેના પૈકી કર્યો દેશ ભારત સાથે સૌથી લાંબી સીમારેખાની સહભાગીતા ધરાવે છે ?
(A) બાંગ્લાદેશ
(B) નેપાળ
(C) ભૂતાન
(D) કોઈ પણ નહીં.
7. …… એટલે એ સ્થળ જ્યાં નદી સમુદ્રને મળે છે. 
(A) કિનારો
(B) જોડાણ
(C) સરોવર
(D) નદીમુખ
8. …… નદી રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણની ઉત્તરે આવેલી છે.
(A) કાવેરી
(B) તિસ્તા
(C) લૂણી
(D) બિયાસ
9. નીચેના પૈકી કયા રાજ્યોમાંથી અરવલ્લી પર્વતમાળા પસાર થાય છે?
(A) ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી
(B) મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી
(C) ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી
(D) ગુજરાત, સજસ્થાન, યુ.પી., દિલ્હી
10. નીચેના પૈકી ભારતનો કર્યા રાજ્યનો ભૂખંડ દરિયાકિનારો સૌથી વધુ લંબાઈ ધરાવે છે ?
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) ઓડિશા
(D) આંધ્રપ્રદેશ
11. નીચેનું પૈકી કર્યું ભારતીય કૃષિ ઉત્પાદન નિકાસ મૂલ્યની ઈષ્ટએ સૌથી મોટું છે ?
(A) ચા
(B) બાસમતી ચોખા
(C) મસાલા
(D) કપાસ
12. ભારતનું પ્રથમ વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) ક્યાં સ્થિત છે ? 
(A) અમદાવાદ
(B) સુરત
(C) જયપુર
(D) ઇન્દોર
13. ફ્કતા વિશેષ આર્થિક ક્ષેત્ર ……. માં આવેલું છે.
(A) બિહાર
(B) પશ્ચિમ બંગાળ
(C) ગુજરાત
(D) ઓડિયા
14. નીચેના પૈકી ભારતના કયા રાજ્યમાં સૌથી મોટી અંતર્દેશીય ખારી આર્યભૂમિ (ઇનલેન્ડ સલાઇન વેટલેન્ડ) છે ?
(A) ગુજરાત
(B) હરિયાણા
(C) મધ્યપ્રદેશ
(D) રાજસ્થાન
15. નીચેના પૈકી કયા ખનીજને ‘બ્રાઉન કોલ’ (કોલસો) તરીકે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે ?
(A) બૉફસાઈટ
(B) લિગ્નાઈટ
(C) ફ્લોરોસ્પાર
(D) કોઈ પણ નહીં.
16. નીચેની પૈકી કઈ જોડી ખોટી રીતે મેળ ખાતી જણાય છે ?
(A) બરાક ઘાટી – અસમ
(B) સ્પીતિ ઘાટી – જમ્મુ
(C) કાંગરા ઘાટી – હિમાચલ પ્રદેશ
(D) ટોન્સ ઘાટી – ઉત્તરાખંડ
17. કર્કવૃત્ત ભારતને લગભગ 2 ભાગમાં વિભાજિત કરે છે. આ કારણસર…
(1) દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલ છે.
(2) ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ છે.
(A) માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
(B) માત્ર બીજું વાક્ય સાચું છે.
(C) 1 અને 2 બંને વાક્યો સાચાં છે.
(D) 1 અને 2 બંને વાક્યો સાચાં નથી.
18. ભારતમાં આવેલ “સ્ટીલ પ્લાન્ટ” (Steel Plant) અને સંબંધિત રાજ્યની જોડીમાંથી કઇ જોડી યોગ્ય નથી ?
(A) ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની – ઝારખંડ (TISCO)
(B) ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપની – પશ્ચિમ બંગાળ (West Bengal) (IISCO)
(C) વિશ્વેશ્વરૈયા આર્યન એન્ડ સ્ટીલ પ્લાન્ટ (The Visweswaraya Iron & Steen Plant) – કર્ણાટક
(D) ભિલાઈ આર્યન એન્ડ સ્ટીલ પ્લાન્ટ – બિહાર
19. સિક્કિમ રાજ્ય ……. થી ઘેરાયેલું છે.
(A) ચીન, નેપાળ, ભુતાન અને પશ્ચિમ બંગાળ
(B) ભુતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ
(C) ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ
(D) ચીન, ભુતાન, પશ્ચિમ બંગાળ અને આસામ
20. સરેરાશ દરિયાઈ સપાટીથી સૌથી વધુ ઊંચાઈ નીચેના પૈકી કોની છે ?
(A) પારસનાથ
(B) પંચમઢી
(C) ડોડાબેટ્ટા
(D) અનાઇમુડી
21. ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો ક્યાં આવેલી છે ?
(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) તામિલનાડુ
(D) મધ્યપ્રદેશ
22. નીચેના ભારતના વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે?
(A) નેલ્લોરથી પાઈન્ટ ક્યાલિરમ્ સુધીના 80 કિમી. પહોળા તટવર્તી પટ્ટા ઉપર
(B) મધ્ય અને નીચલી આસામ ખીણમાં
(C) ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં
(D) ગુજરાતના તટવર્તી પ્રદેશ, નર્મદાના દક્ષિણમાં
23. કાળી માટી (black soil) ક્યા પાક માટે ઉત્તમ ગણાય છે ?
(A) કપાસ
(B) ઘઉં
(C) ચોખા
(D) તેલીબિયાં
24. “કર્કવૃત્ત” કેટલાં અક્ષાંશવૃત્ત ઉપર આવેલું છે ? (Tropic of Cancer)
(A) 21.5
(B) 22.5
(C) 23.5
(D) 24.5
25. ધોધ (Water fall) અને રાજ્યની જોડીઓ પૈકી, કઈ જોડી યોગ્ય નથી?
(A) કપિલધરા – મધ્યપ્રદેશ (Kapildhara fall)
(B) કેથેરીન – તામિલનાડુ (Catherine fall)
(C) એલિફ્ટ – મેઘાલય (Elephant fall)
(D) ડસમ – છત્તીસગઢ (Dasam fall)
26. નેશનલ પાર્ક અને સંબંધિત રાજ્યની જોડી દર્શાવતી વિગતો પૈકી કઈ જોડી યોગ્ય નથી ? 
(A) રાણી ઝાંસી મરીન પાર્ક – અંદામાન
(B) કાઝીરંગા – આસામ
(C) વાંસદા – ગુજરાત
(D) બાંદિપુર – કેરળ
27. “બીજાપુર” કર્ણાટક નીચેના પૈકી કયા કારણસર જાણીતું છે ?
(A) દુષ્કાળ અને ભૂખમરો
(B) ગોળ ગુંબજ
(C) ભારે વરસાદ અને કુદરતી તારાજી
(D) ગોમટેશ્વર તળાવ
28. સુસુ (susu) નો સામાન્ય રીતે વસવાટ (habitat) કયા સ્થળે જોવા મળે છે ?
(A) નીલગિરિની પર્વતમાળા
(B) ગંગા નદી અને તેની સંલગ્ન નદીઓ
(C) કાઝીરંગા પાર્ક
(D) પોળીતરા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી
29. “બોમ્બે ડક” ……… છે જે મુખ્યત્વે ગુજરાત અને મુંબઈમાં મળી આવે છે.
(A) માછલી
(B) મરઘી
(C) બકરી
(D) ઘાસ
30. નીચેના પૈકી કયા રાષ્ટ્રીય ઉધાનને, UNESCO એ વિશ્વ ધરોહર ‘વિશ્વ વિરાસત સ્થળ’ તરીકે જાહેર કરેલ નથી ?
(A) સુંદરવન
(B) કેવલા દેવ
(C) ગીર 
(D) કાઝીરંગા
31. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ઈ.સ. ………. માં મેક્સિકોમાં વિકસાવેલા ઘઉંની બૌની જાતિના ઉપયોગથી થઈ હતી.
(A) 1966-67
(B) 1967-68
(C) 1969-70
(D) 1971-72
32. ભારતના વન સર્વેક્ષણ 2017 પ્રમાણે ગુજરાતના સંદર્ભમાં નીચેનાં પૈકી કયું / કયા વિધાન / વિદ્યાનો ખોટું / ખોટાં છે ?
(1) ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં 4%થી થોડું વધુ વૃક્ષ આવરણ (‘ટ્રી વર’) છે.
(2) 2015ની તુલનામાં સમગ્ર ભારતમાં ગુજરાતે મેનગ્રૂવ આવરણના (‘મેનગ્રૂવ કવર’) વ્યાપ સંદર્ભે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 સાચું
(B) ફક્ત 2 સાચું
(C) 1 અને 2 બંને સાચાં
(D) 1 અને 2 બંને ખોટાં
33. નીચેની પૈકી કઈ સંસ્થાએ કેસર કેરીઓ માટે પ્રતીક ચિહ્ન, લોગો વિકસાવવાની અને તેની નોંધણીની પ્રક્રિયા શરૂ કરી છે ?
(A) ગીર કૃષિ વસંત ઉત્પાદક સંઘ (GKVUS)
(B) કેસર કેરી કૃષિ સંગઠન (KKKS)
(C) ગીર-સોમનાથ કેરી કૃષિ સંઘ (GSKKS)
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
34. ભારતીય કેલેન્ડર અનુસાર શરદ ઋતુ “આસો અને કારતક” માસમાં આવે છે, અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શરદ ઋતુ કયા માસમાં આવે ?
(A) સપ્ટેમ્બર – ઓક્ટોબર
(B) ઓગસ્ટ – સપ્ટેમ્બર
(C) નવેમ્બર – ડિસેમ્બર
(D) જાન્યુઆરી – ફેબ્રુઆરી
35. નીચેનામાંથી કયું સ્થળ કાળા રંગની મીનાકારી માટે જાણીતું છે ?
(A) જયપુર
(B) હૈદરાબાદ
(C) દિલ્હી
(D) વારાણસી
36. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ?
(A) પશ્ચિમ બંગાળ
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) કર્ણાટક
37. જળ પદચિહ્ન નેટવર્ક, જળ, પદચિહ્નને નીચેનામાંથી શેના હેઠળ વર્ગીકૃત નથી કરતું ?
(A) ભૂરા જળ પદચિહ્ન
(B) કથ્થાઈ જળ પદચિહ્ન 
(C) લીલા જળ પદચિહ્ન
(D) ભૂખરા જળ પદચિહ્ન
38. ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
(A) અરવલ્લી
(B) હિમાલય
(C) શિવાલિક
(D) ઉપર દર્શાવેલ ત્રણેય પર્વતમાળાઓ
39. પશ્ચિમઘાટમાં આવેલ કુદ્રુમુખ બાબતે કઈ બાબતો સાચી છે ?
(1) વિશ્વ પ્રસિદ્ધ “જૈવ વિવિધતા” ધરાવતું સ્થળ છે.
(2) માત્ર નિકાસ કરવા માટેની ખાણો આવેલ છે.
(A) કથન 1 સાચું છે.
(B) કથન 2 સાચું છે.
(C) કથન 1 અને 2 સાચાં છે.
(D) કથન 1 અને 2 બંને સાચાં નથી.
40. નીચેના પૈકી કયા શહેરમાં ઈલેક્ટ્રોનિક સિટી [Electronic City) વિસ્તાર / હબ આવે છે ?
(A) મુંબઈ
(B) પૂણે
(C) બેંગાલુરુ
(D) ગુરુગ્રામ (Gurugram)
41. ભારતનાં સુપ્રસિદ્ધ કિલ્લાઓ અને રાજ્યોનાં જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?
(A) જિંજીનો કિલ્લો – તામિલનાડુ
(B) રોહતાસનો કિલ્લો – બિહાર
(C) રણથંભોરનો કિલ્લો – રાજસ્થાન
(D) દોલતાબાદનો કિલ્લો – મધ્ય પ્રદેશ
42. ભારત પાસે થોરિયમની વિશાળ અનામત છે.
નીચેના પૈકી કયા સ્વરૂપમાં થોરિયમને મેળવવામાં આવે છે ?
(A) યુરેનિયમ ખનન ઉપપેદાશ સ્વરૂપે મેળવાય છે.
(B) દરિયાઈ રેતીના મહત્ત્વનાં સાંદ્રણસ્વરૂપે મેળવાય છે.
(C) ઉત્તર-પૂર્વની થોરિયમની વણવપરાયેલી ખાણમાંથી મેળવવામાં આવે છે.
(D) કૃત્રિમ રીતે ઓછા ખર્ચે રાસાયણિક પ્રયોગશાળામાં ઉત્પાદન થાય છે.
43. નીચેના પૈકી કઈ મહત્ત્વની દ્વીપકલ્પીય નદી સહિયાદ્રી પર્વતમાળામાંથી નીકળતી નથી ?
(A) કાવેરી
(B) પેન્નાર
(C) તુંગભદ્રા
(D) ક્રિશ્ના
44. દેશમાં નીચેના પૈકી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધુ મેનગ્રૂવ આવરણ છે?
(A) ગુજરાત
(B) પશ્ચિમ બંગાળ
(C) આંદામાન અને નિકોબાર
(D) ઓરિસ્સા
45. નીચેના પૈકી કઈ નદી મુખત્રિકોણ (ડેલ્ટા) બનાવતી નથી?
(A) ગંગા
(B) તાપ્તિ
(C) ગોદાવરી
(D) મહાનદી
46. નીચેના પૈકી કયો કેન્દ્રશાસિત પ્રદેશ સૌથી વધુ જમીન વિસ્તાર ધરાવે છે ?
(A) પોંડિચેરી
(B) લક્ષદ્વીપ
(C) દમણ અને દીવ
(D) ચંદીગઢ
47. નીચેના પૈકી કઈ નદી ભારતમાં બે વાર કર્કવૃત્ત ઓળંગે છે?
(A) નર્મદા
(B) સાબરમતી
(C) ચંબલ
(D) મહી
48. નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો નથી?
(A) ઇન્દિરા સાગર પરિયોજના
(B) મહેશ્વર જળઊર્જા પરિયોજના
(C) જોબત પરિયોજના
(D) કોયના ઊર્જા પરિયોજના
49. નીચેના પૈકી કઈ નદી સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી?
(A) હેલમ
(B) ચીનાબ
(C) કોસી
(D) રાવી
50. નીચેના પૈકી કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે?
(A) અધિલ
(B) બોમડીલા
(C) બનીહાલ
(D) ચાંગલા
51. ઉત્તરથી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો,
(A) નર્મદા, તાપી, ક્રિશ્ના, ગોદાવરી, કાવેરી
(B) તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિશ્ના, કાવેરી
(C) નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિશ્ના, કાવેરી
(D) તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિશ્ના, કાવેરી
52. નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે?
(A) જલદાપરા
(B) હજારીબાગ
(C) સારિસ્કા
(D) કોર્બેટ
53. નીચેના પૈકી કયા ભારતીય શહેરને “પૂર્વનું વેનિસ” કહેવાય છે?
(A) ગુંટુર
(B) ગોવા
(C) હૈદરાબાદ
(D) ઉદયપુર
54. નીચેનાં વાક્યો પૈકી કયું વાક્ય – વાક્યો સાચાં છે?
(1) મિનિમમ સપોર્ટ પ્રાઇઝ્ડ (Minimum Support Prices) નક્કી કરતી વખતે (Social Cost and Benefit) સામાજિક ખર્ચ અને લાભને ધ્યાને લેવાતા નથી.
(2) મિનિમમ સપોર્ટ પ્રાઈઝને કારણે ડાંગરની વાવણી-કઠોળની વાવણી કરતાં ઓછી જોખમી છે.
(A) પ્રથમ વાક્ય સાચું છે.
(B) બીજું વાક્ય સાચું છે.
(C) પ્રથમ અને બીજું વાક્ય સાચાં છે.
(D) પ્રથમ અને બીજું વાક્ય સાચાં નથી.
55. નહેર (Canal) અને જે રાજ્યમાં લાભ મળે છે તેનાં જોડકાંમાંથી કયું જોડકું સાચું નથી ? 
(A) સેથુ સમુદ્રમ કેનાલ પ્રોજેક્ટ – તામિલનાડુ, કેરળ
(B) બકિંગહામ કેનાલ – ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ
(C) તેલગુ ગંગા પ્રોજેક્ટ – આંધ્રપ્રદેશ
(D) તાજીવાલા કેનાલ – હરિયાણા
56. ભારતમાં નીચેના પૈકી કયાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ?
(A) કર્ણાટકના કુગ 
(B) પશ્ચિમ બંગાળના દાર્જલિંગ
(C) જમ્મુ અને કાશ્મીરનાં બારામુલ્લા
(D) મહારાષ્ટ્રના કોંકણ
57. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?
(A) ગોદાવરી
(B) કૃષ્ણા
(C) કોસી
(D) કાવેરી
58. ભારતમાં નીચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે?
(A) યમુના
(B) ગંગા
(C) ગોદાવરી
(D) નર્મદા
59. પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે?
(A) મહાબળેશ્વર
(B) બારામતી
(C) પંચગીની
(D) રત્નાગિરી
60. 2011ની વસ્તીગણતરી અનુસાર ગુજરાતના સંબંધમાં ક્યું વિધાન સાચું નથી ?
(A) પ્રતિ કિ.મી. 308 વ્યક્તિઓની વસ્તી ગીચતા છે.
(B) સેક્સરેશિયો 915-1000 નો છે.
(C) તેની કુલ વસ્તી 60439692 છે.
(D) શહેરી વસ્તી 25745083 છે.
61. GIS નું આખું નામ શું છે ?
(A) Ganga Information System
(B) Geographic Information Systems
(C) General Integrated Systems
(D) Geographically Integrated Systems
62. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી?
(1) ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ભારતના પાંચ ભાગ પાડી શકાય છે.
(2) હિમાલય એ ત્રણ પર્વતોની હારમાળા છે.
(3) દેશમાં સમતલ મેદાનો, દરિયાકિનારાનાં સાંકડાં મેદાનો પણ છે.
(4) ભારતમાં કોઈ પણ “ટાપુ” દ્વીપ નથી.
(A) 1
(B) 4
(C) 3
(D) 2
63. કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકાંમાંથી કયું જોડકું સાચું નથી?
(1) જમ્મુ અને કાશ્મીર – દાલ અને વુલર
(2) આંધ્રપ્રદેશ – કોલાર
(3) તામિલનાડુ – ચિલ્કા
(4) રાજસ્થાન – સાંભર
(A) 1
(B) 3
(C) 4
(D) 2
64. યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી ?
(A) ચંબલ
(B) પિંડાર
(C) બેતવા
(D) કેન
65. ભારતમાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે?
(A) ઉત્તરપ્રદેશ
(B) રાજસ્થાન
(C) હરિયાણા
(D) પંજાબ
66. જળવિદ્યુત ઉત્પન્ન કરવાની પરિયોજનામાં કયો વિકલ્પ ખોટો છે ?
(A) તાતા જળવિદ્યુત પરિયોજના – આંધ્રપ્રદેશ
(B) પાયકારા પરિયોજના – તામિલનાડુ
(C) મૈતૂર પરિયોજના – તામિલનાડુ
(D) મહાત્મા ગાંધી પરિયોજના – કર્ણાટક
67. 1988માં જાહેર થયેલ નવી રાષ્ટ્રીય નીતિ અંતર્ગત કયું વિધાન સાચું નથી ?
(A) પ્રાકૃતિક સૌંદર્યનું રક્ષણ કરવું
(B) રણવિસ્તારને આગળ વધતો અટકાવવો
(C) દેશના કુલ વિસ્તારના 25% વિસ્તાર વૃક્ષ આચ્છાદિત બનાવવાનો સંકલ્પ કરવો.
(D) પર્યાવરણ સમતુલન ટકાવવા પ્રયત્ન કરવો
68. નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?
(A) બોકારો પોલાદ કેન્દ્ર-ઝારખંડ
(B) રાઉરકેલા પોલાદ કેન્દ્ર, ઓડિશા
(C) વિજયનગર પોલાદ કેન્દ્ર-કર્ણાટક
(D) સેલમ પોલાદ કેન્દ્ર, તામિલનાડુ
69. નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી?
(A) નીલગિરિનું સૌથી ઊંચું શિખર – દોદાબેટા
(B) પશ્ચિમઘાટનું સૌથી ઊંચું શિખ – કળસુબાઈ
(C) કારાકોરમનું સૌથી ઊંચું શિખર – કાંમેત
(D) આબુનું સૌથી ઊંચું શિખર – ગુરુશિખર
70. સરેરાશ 100 સેમી.થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી ?
(A) ચોખા
(B) શણ
(C) ઘઉં
(D) શેરડી
71. હુગલી ઔધોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે?
(A) કોલકાતા – હાવડા
(B) કોલકાતા – મેદનીપુર
(C) કોલકાતા – રિશરા
(D) કોલકાતા – કોનનગર
72. મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહિંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?
(A) કાચિન
(B) કાયિન
(C) કાયાહ
(D) રાખિન 
73. ભારતીય નિકાસ માટે નીચેના પૈકી કયું સૌથી મોટું બજાર છે ? 
(A) OPEC
(B) OECD
(C) ચીન
(D) UAE
74. ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે?
(A) મનારનો અખાત
(B) ખંભાતનો અખાત
(C) કચ્છનો અખાત
(D) ચિલ્કા સરોવર
75. નીચેનાં પૈકી રાજ્યોનો, કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ?
(A) આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ
(B) મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન
(C) કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ
(D) હરિયાણા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ
76. નીચેના પૈકી ક્યા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ?
(A) રાજકોટ
(B) સુરત
(C) રતલામ
(D) સોલાપુર 
77. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) નીલ ક્રાન્તિ (Blue Revolution) – માછલી અને દરિયાઈ ખોરાક
(B) સપ્તરંગી ક્રાન્તિ (Rainbow Revolution) – કૃષિ અને બાગાયત
(C) શ્વેત ક્રાન્તિ (WhiteRevolution) – દૂધ અને દૂધની બનાવટો
(D) પીળી ક્રાન્તિ (Yellow Revolution) – ફળ અને ફૂલ 
78. નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતો નથી ?
(A) ગુજ્જર
(B) ભીલ
(C) સાંથલ
(D) ગોન્ડ
79. નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. 
(A) મહાનદી – નર્મદા – યમુના – કાવેરી
(B) નર્મદા – મહાનદી – કાવેરી – યમુના
(C) યમુના – નર્મદા – મહાનદી – કાવેરી
(D) નર્મદા – યમુના – કાવેરી – મહાનદી
80. નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ?
(A) દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ 
(B) પશ્ચિમ ઘાટ
(C) પૂર્વ ઘાટ
(D) હિમાલય પ્રદેશ
81. નીચેના પૈકીનો કો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહ અયસ્ક (Iron Ore) મેળવે છે ?
(A) વિશાખાપટ્ટનમ્
(B) રાઉરકેલા
(C) ભદ્રાવતી
(D) ભીલાઈ
82. નીચેના પૈકી કયું રાજ્ય કર્કવૃત્તને સ્પર્શ કરતું નથી?
(A) ત્રિપુરા
(B) મિઝોરમ
(C) મણિપુર
(D) રાજસ્થાન
83. “ઇન્દિરા ગાંધી નહેરનીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે?
(A) યમુના
(B) ચંબલ
(C) સિંધુ
(D) સતલજ
84. નીચેના પૈકી કયું કુત્રિમ બારું (harbour) નથી?
(A) કંડલા
(B) કોચીન
(C) બેંગ્લુરુ
(D) મેંગ્લોર
85. ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફ્ળીનું સૌથી મોટું ઉત્પાદક છે ?
(A) આંધ્ર પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) ગુજરાત
(D) કર્ણાટક
86. નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી?
(A) મિઝોરમ
(B) ત્રિપુરા
(C) છત્તીસગઢ
(D) મણિપુર
87. નીચેનાં પૈકી કયા બંદરે (Port) ને કોફી બંદરે (coffee port) તરીકે ઓળખવામાં આવે છે?
(A) Sao Paulo
(B) Santos
(C) Rio-de-Janero
(D) Buenos Aires
88. જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી?
(A) મધ્યપ્રદેશ
(B) બિહાર
(C) ઉત્તરપ્રદેશ
(D) જમ્મુ અને કાશ્મીર
89. નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણુ ઊર્જા કેન્દ્ર કયું છે ?
(A) કલ્પક્કમ
(B) તારાપુર
(C) નરોરા
(D) કોટા
90. ગ્રેનાઈટ …….. નું જાણીતું ઉદાહરણ છે.
(A) મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો
(B) વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો
(C) શાંત પ્રકારના લાવાયિક ખડકો
(D) પાતાળીય અગ્નિકૃત ખડકો
91. કાળી જમીન બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું | સાચાં છે ?
(A) કાળી જમીનમાં વધુ જળ ધારણક્ષમતા જોવા મળે છે. તે ભીની થતાં નક્કર અને પોચી થઈ જાય છે.
(B) તેને સ્વખેડાણવાળી જમીન પણ કહેવામાં આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
92. મેગ્નેટાઈટ …….. નો પ્રકાર છે.
(A) મેગ્નેશિયમના અયસ્ક
(B) મેંગેનીઝના અયસ્ક
(C) લોહ અયસ્ક
(D) ક્રોમાઈટ અયસ્ક
93. કાલીબંગાન …….. નદીના સુકા તટ ઉપર આવેલું હતું.
(A) તાપી
(B) ઘાઘર
(C) નર્મદા
(D) ચિનાબ
94. નીચેના પૈકી કઈ સિંચાઈ પ્રણાલી / પદ્ધતિ ટ્રિકલ સિંચાઈ તરીકે પણ ઓળખાય છે ?
(A) બેસિન સિંચાઈ
(B) ટપક સિંચાઈ
(C) કુવારા સિંચાઈ
(D) સરફેસ સિંચાઈ
95. નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?
(A) રેતી પથ્થર
(B) ડોલોમાઈટ
(C) કોલસો
(D) શેલ (Shale)
96. બ્લૂ મૂન (Blue Moon)ની ઘટના …… છે.
(A) જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય.
(B) જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય.
(C) જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
97. શરૂઆતમાં પૃથ્વીના આંતરિક ભાગનું તાપમાન દર …….. ની ઊંડાઈ એ 1 વધે છે.
(A) 32 મીટર
(B) 65 મીટર
(C) 132 મીટર
(D) 165 મીટર
98. સમશીતોષ્ણ ચક્રવાતમાં હવા …….. ફૂંકાય છે.
(A) ઘેરાવાથી કેન્દ્ર તરફ
(B) કેન્દ્રથી ઘેરાવા તરફ
(C) બંને બાજુઓથી
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
99. નીચેના પૈકી કયું ક્ષેત્ર સૌથી વધુ ધરતીકંપ સંવેદનશીલ વિસ્તાર છે ?
(A) સિંધુ-ગંગાના જળ ક્ષેત્રો (Indo Gangetic Basin)
(B) વિંધ્યાચળ ક્ષેત્ર
(C) ઉત્તર-પૂર્વ ક્ષેત્ર
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
100. ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ક્યા પ્રકારના વન જોવા મળે છે?
(A) સૂકા ઉષ્ણકટિબંધીય વન
(B) આલ્પાઈન વન
(C) ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન
(D) પહાડી (mountain) સમશીતોષ્ણ કટિબંધીય વન
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *