GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય ભૂગોળ
GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય ભૂગોળ
1. ભ્રમણ કક્ષાઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની ફરતે ફરે છે.
2. ભ્રમણ કક્ષા પૂરી કરતાં આશરે 99 મિનિટનો સમય લાગે છે.
3. ભ્રમણ કક્ષાના અડધા ભાગ દરમિયાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો સમય અને રાતનો સમયનો ભાગ જુએ છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1 અને 2
2. પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી, કારણકે પૃથ્વીનું આકર્ષણ …….
(A) એ અંતરે અસ્તિત્વ ધરાવતું નથી.
(B) ચંદ્રની ક્રિયાને બિનઅસરકારક બનાવે છે.
(C) સતત ગતિમાન રહેવા જરૂરી ઝડપ પૂરી પાડે છે.
(D) તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે.
3. નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી તરી શકે?
(A) મંગળ અને ગુરુ
(B) શુક્ર અને નેપ્ચ્યૂન
(C) બુધ અને શુક્ર
(D) શનિ
4. જો ગ્રિનીચ (મુખ્ય રેખાંશ વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના પ્રાઇમ મેરિડિયન) ખાતે બપોરના 12:00 અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6:00 કલાકે પીતા હોય, તો તે જગ્યાનો રેખાંશ…..
(A) 45 ડિગ્રી પશ્ચિમ
(B) 45 ડિગ્રી પૂર્વ
(C) 90 ડિગ્રી પશ્ચિમ
(D) ઉપર પૈકી કોઈ પણ નહીં.
5. જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય?
1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.
2. પૃથ્વીના મથાળે રહેલાં પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.
3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જાય.
(A) 1,2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 2
(D) ઉપરના પૈકી કૌઈ નહીં
6. પૃથ્વીના હવામાનમાં ૠતુકીય પરિવર્તન એ પૃથ્વીના ……. ની અસર છે.
(A) પરિભ્રમણ (Rotation)
(B) પરિક્રમણ (Revolution)
(C) ધોવાણ (Erosion)
(D) ભૂસંચાલન (Diastrophism)
7. અપસૂર્ય બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તે પૃથ્વીની ભ્રમણકક્ષા ઉપરનું એવું બિંદુ છે કે જ્યાં પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હોય છે.
(B) આ 2જી જુલાઈથી 4થી જુલાઈ વચ્ચે બને છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ પણ નહીં
8. સૌરમંડળનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે ?
(A) મંગળ
(B) બુધ
(C) શુક્ર
(D) ગુરુ
9. પૃથ્વીની ‘Perihelion’ સ્થિતિ એ ……. ના સંદર્ભે છે.
(A) દિવસો કે જ્યારે સૂર્યનો પ્રકાશ કર્કવૃત્ત અથવા મકરવૃત્ત પર લંબરૂપે પડે છે.
(B) એવી ઘટના કે જે લીપ વર્ષમાં બને છે.
(C) એવો દિવસ કે જ્યારે દિવસ અને રાત સમાન લંબાઈના હોય છે.
(D) એવો દિવસ કે જ્યારે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે.
10. સૌરમંડળનો નીચેના પૈકીનો કયો ગ્રહ એ સૂર્યની આસપાસ સૌથી ઓછો ભ્રમણકક્ષા સમયગાળો ધરાવે છે ?
(A) પૃથ્વી
(B) મંગળ
(C) યુરેનસ
(D) બુધ
11. નીચેના વાક્યો તપાસો :
1. સામાન્ય રીતે 21 જૂન લાંબો દિવસ હોય છે
2. સામાન્ય રીતે 22 ડિસેમ્બર ટૂંકો દિવસ હોય છે
3. માર્ચ અને સપ્ટેમ્બર માસમાં સામાન્ય રીતે દિવસ-રાત સરખાં હોય છે
(A) 1 અને 2 વાક્યો યોગ્ય છે
(B) 2 અને 3 વાક્યો યોગ્ય છે
(C) 1 અને 3 વાક્યો યોગ્ય છે
(D) 1, 2 અને ૩ બધા જ વાક્યો યોગ્ય છે
12. નીચેના વાક્યો તપાસો :
1. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર ફરીને એક ચક્ર પૂર્ણ કરે છે જેના માટે લગભગ 24 કલાકનો સમય જાય છે. આને પરિભ્રમણ કહે છે.
2. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર ફરતાં ફરતાં સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને તે માટે લગભગ 365 દિવરા લાગે છે. આને પરિક્રમણ કહે છે.
(A) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
(B) માત્ર 1 વાક્ય યોગ્ય છે.
(C) માત્ર 2 વાક્ય યોગ્ય છે.
(D) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
13. સૌર પરિવારના ગ્રહો અંગે નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી?
(A) બુધ ગ્રહ કદમાં સૌથી નાનો અને સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે.
(B) શુક્ર ગ્રહ સૌથી તેજસ્વી છે અને પશ્ચિમથી પૂર્વ પરિક્રમણ કરે છે.
(C) પૃથ્વી મંગળ અને ગુરુ વચ્ચેનો ગ્રહ છે.
(D) આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદના નિર્ણય મુજબ હાલમાં આઠ ગ્રહો છે.
14. નીચેના વાક્યો તપાસો :
1. 21 જૂને કર્કવૃત્ત અને 22 ડિસેમ્બરે મકરવૃત્ત ઉપર સૂર્યકિરણો બરાબર સીધા પડે છે.
2. 21 જૂન લાંબો દિવસ અને 22 ડિસેમ્બર ટૂંકો દિવસ હોય છે.
3. નોર્વેમાં સામાન્ય રીતે મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી.
4. પૃથ્વી પરની કાલ્પનિક આડી રેખાને અક્ષાંશ અને ઊભી રેખાને રેખાંશ કહે છે.
(A) 1, 2, 3 અને 4 વાક્યો ખરાં છે.
(B) 1, 2 અને 3 વાક્યો ખરાં છે.
(C) 1, 2 અને 4 વાક્યો ખરાં છે.
(D) 2, 3 અને 4 વાક્યો ખરાં છે.
15. નીચેના પૈકી કયો તારો (Star) પૃથ્વીની સૌથી નજીક છે?
(A) સૂર્ય (sun)
(B) પોલારિસ (Polaris)
(C) આલ્ફા સેન્ટરી (Alpha Centauri)
(D) સીરિસ (sirius)
16. નીચેનો કયો ગ્રહ પૂર્વથી પશ્ચિમમાં તેની ધરી પર ફરે છે ?
(A) પૃથ્વી
(B) ચંદ્ર
(C) શુક્ર
(D) બુધ
17. કયા ઉપગ્રહને ‘‘વાર્ફ” (વામન) ઉપગ્રહના દરજ્જે ઉતારવામાં આવ્યો ?
(A) પ્લૂટો
(B) મંગળ
(C) પૃથ્વી
(D) શુક્ર
18. ઊતરતી હવાનું તાપમાન …….
(A) અચલ રહે છે.
(B) પહેલા ઘટે છે ત્યારબાદ વધે છે.
(C) ઘટે છે.
(D) વધે છે.
19. એક ભૌગોલિક ઘટના તરીકે, અલ-નીનો ……. સાથે સંકળાયેલું છે.
(A) વિશ્વના વિશાળ વિસ્તારમાં વરસાદનાં સ્વરૂપોમાં બદલાવ
(B) સામુદ્રિક જળના તાપમાનમાં વિભિન્નતા
(C) વાતાવરણીય અભિસરણમાં નોંધપાત્ર ખલેલ
(D) ઉપરોક્ત તમામ
20. વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને …… કહે છે.
(A) ચક્રવાત
(B) પ્રતિચક્રવાત
(C) ચોમાસું
(D) જેટસ્ટ્રીમ
21. ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્રહ એકબીજામાં ભળી જાય છે અને ત્રીજા પ્રકારનો વાતાગ્રહ તૈયાર થાય છે જેને ……… કહે છે,
(A) ઓક્લુડેડ વાતાગ્રહ
(B) સિક્લુડેડ વાતાગ્રહ
(C) વોરટેક્સ વાતાગ્રહ
(D) વર્નલ વાતાગ્રહ
22. ભૂકંપનાં મોજાં – ‘P’ મોજાં બાબતે નીચેનાં પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) તે ટૂંકી તરંગલંબાઇનાં મોજાં છે.
(B) તેને લંબાત્મક મોજાં પણ કહે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
23. નીચેનાં પૈકી કયાં પરિબળો સમુદ્રપ્રવાહોને અસર કરે છે ?
(1) પૃથ્વીનું ધરીભ્રમણ
(2) હવાનું દબાણ અને પવન
(3) સમુદ્રના પાણીની ઘનતા
(4) પૃથ્વીનું ભ્રમણ
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 1 અને 4
(D) ફક્ત 2, 3 અને 4
24. પૃથ્વીના ભૂપટલમાં સૌથી સામાન્ય તત્ત્વ કયું છે ?
(A) લોહ
(B) એલ્યુમિનિયમ
(C) કેલ્શિયમ
(D) સોડિયમ
25. નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી?
(A) બુધ
(B) મંગળ
(C) ગુરુ
(D) શુક્ર
26. …….. માંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે.
(A) પાર્થિવ કિરણપાત
(B) અદૃશ્ય સૌર કિરણપાત
(C) આંતરિક ઉષ્મા
(D) પ્રકાશાનુપાત અસર
27. ……. ઉપગ્રહો ધરાવતા નથી.
(1) બુધ અને શુક્ર
(2) પૃથ્વી અને મંગળ
(3) ગુરુ અને શનિ
(4) યુરેનસ અને નેપ્ચ્યૂન
(A) ફક્ત 1
(B) ફ્ક્ત 1 અને 2
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 2, 3 અને 4
28. ભૂસ્થિર ઉપગ્રહનો પરિભ્રમણ સમય……..
(A) 30 દિવસ
(B) 365 દિવસ
(C) 24 કલાક
(D) સતત બદલાય છે.
29. ગ્રહણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) જ્યારે સૂર્ય, ચંદ્ર અને ધરતી સીધી લીટીમાં હોય અને ચંદ્ર એ સૂર્ય અને ધરતીની વચ્ચે હોય ત્યારે સૂર્યગ્રહણ થાય છે.
(2) જ્યારે સૂર્ય, ધરતી અને ચંદ્ર સીધી લીટીમાં હોય અને ધરતી એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.
(A) ફ્ક્ત (1)
(B) ફ્ક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઇ નહીં.
30. કયા ગ્રહને પૃથ્વી ભગિની અથવા પ્રતિરૂપ તરીકે ઓળખવામાં આવે છે ?
(A) બુધ ગ્રહ
(B) શુક્ર ગ્રહ
(C) મંગળ ગ્રહ
(D) ગુરુ ગ્રહ
31. તારાનો રંગ …….. ઉપર આધારિત છે.
(A) અંતર
(B) તાપમાન
(C) વાતાવરણનું દબાણ
(D) હવામાં પ્રદૂષણ
32. નીચેના પૈકી કયું સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવનું કારણ નથી?
(A) પૃથ્વીનું ધરીભ્રમણ
(B) સમુદ્રનાં જળપાત્રોની સપાટીનું રૂપરેખાંકન
(C) સમુદ્રના જળના તાપમાનમાં તફાવત
(D) સમુદ્રના જળની ઘનતામાં તફાવત
33. સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ?
(A) મેગ્નેશિયમ ક્લોરાઇડ
(B).મેગ્નેશિયમ સલ્ફેટ
(C) કેલ્શિયમ સલ્ફેટ
(D) પોટેશિયમ સલ્ફેટ
34. નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ?
(A) કેનરી
(B) અખાતી પ્રવાહ
(C) લાબ્રાડોર
(D) કુરિલ
35. પૃથ્વીનું બાહ્ય સ્તર ……. તરીકે ઓળખાય છે.
(A) બાહ્ય ગર્ભ
(B) આંતરિક ગર્ભ
(C) ભૂપ્રવાર
(D) ભૂપૃષ્ઠ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here