GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 1
GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 1
1. ક્લોનિંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. માનવ ક્લોનિંગ સોમેટિક કોષ દ્વારા કરવામાં આવે છે.
2. સોમેટિક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઈ પણ કોષ
3. પ્રજનન ક્લોનિંગમાં નવસર્જિત ભ્રૂણને ટેસ્ટટ્યૂબમાં મૂકવામાં આવશે.
4. ક્લોનિંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 1, 2 અને 4
(D) માત્ર 2 અને 3
2. ભારતને આંખમાં ……… ના ચેપથી થતા ટ્રેકોમાં રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.
(A) વાઈસ
(B) કૂગ
(C) બેક્ટેરિયા
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
3. નીચેના પૈકી ક્યા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઈડ (CO2)) મુખ્ય વાતાવરણીય ઘટક છે ?
1. મંગળ
2. શુક્ર
3. ગુરુ
4. શનિ
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 4
(D) માત્ર 3 અને 4
4. નીચેના પૈકી ક્યા વાઈરસ કોરોના રોગનું કારણ છે ?
(A) SARS – CoV-1
(B) SARS – CoV-19
(C) SARS – CoV-2
(D) SARS – CoV-C2
5. સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ……. સાથે સંબંધિત હોય છે.
(A) ધમનીઓ કઠણ બનવા
(B) શિરાઓ કઠણ બનવા
(C) મૂત્રપિંડની પથરી
(D) યકૃત સરિહોસિસ (Cirrhosis)
6. ફૂડ ઈરેડિએશન (Food Irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આયનાઈઝિંગ રેડિએશન (lonizIng radiation) લાગુ કરવાની આ તકનિક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety)માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life)માં વધારો કરે છે.
2. ફૂડ ઈરેડિએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરુદ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે.
3. ફૂડ ઈરેડિએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે.
4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતાં નથી.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1,3 અને 4
(D) માત્ર 2 અને ૩
7. વીજળી પડવાની ઘટના વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ……. ધરાવે છે.
(A) સૌરઊર્જા
(B) ગાજવીજ (Thunder) ઊર્જા
(C) વિદ્યુતઊર્જા
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
8. ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે.
(B) ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહનો પરિભ્રમણ સમય 24 કલાકનો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
9. વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે ……..
(A) તે બલ્બમાંથી નજીકના વાહનો પણ પ્રકાશ કેન્દ્રિત કરે છે.
(B) સમાંતર કિરણો મોકલે છે.
(C) હેડલાઈટના આકારમાં વ્યવસ્થિત રીતે બંધબેસતો આવી જાય છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
10. બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળવો તરફ બરફ રેખા (Snow ine) પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને …….. કહેવાય છે.
(A) હિમશિલા
(B) હિમનદી
(C) હિમપ્રપાત
(D) પ્રચંડ ઝંઝાવાત
11. “વિડાલ ટેસ્ટ” (widal rest) નીચેના પૈકી કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે ?
(A) કાલા અઝાર (Kala Azat)
(B) કોલેરા
(C) ટાઈફોઈડ
(D) એન્ટ્રેક્સ
12. ઉપગ્રહોના પ્રકારોને તેમના કાર્યોંપયોગ (application)ના આધારે વર્ગીકૃત કરવાના સંદર્ભમાં એસ્ટ્રોસેટ (Astrosat) ઉપગ્રહ પ્રકારનો ઉપગ્રહ છે.
(A) સંદેશાવ્યવહાર
(B) વૈજ્ઞાનિક
(C) દૂર સંવેદન (Remote sensing)
(D) હવામાનશાસ્ત્રીય
13. ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના …….. ખાતે વિસ્તૃ ત હોય છે.
(A) ઉત્તર ધ્રુવ
(B) દક્ષિણ ધ્રુવ
(C) કેન્દ્રીય વિસ્તાર
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
14. મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ……. ડેસિબલ સુનિશ્ચિત કરેલ છે.
(A) 20-30 dB
(B) 100-120 dB
(C) 80-110 dB
(D) 93-112 dB
15. પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે.
(B) સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે.
(C) શીત વિસ્તાર આર્કટિક સર્કલ અને ઉત્તર ધ્રુવ વચ્ચે સ્થિત છે.
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
16. નીચેના પૈકી કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે?
(A) એલ્યુમિનિયમ
(B) સિલિકા
(C) લોહ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
17. નીચેના પૈકી કયું અન્ય ત્રણ કરતાં વધુ સૂર્યપ્રકાશને પાછો પરાવર્તિત કરે છે ?
(A) રેતી રણ
(B) ડાંગરનો પાક
(C) તાજાં બરફ્થી આચ્છાદિત જમીન
(D) ઉપરના પૈકી કોઈ પણ સૂર્યના પ્રકાશને પાછો પરાવર્તિત કરતાં નથી.
18. ભારત સરકારે તેના સૌથી ઊંચા હવામાનશાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ……….. ખાતે કરી છે.
(A) લેહ, લદ્દાખ
(B) ઊટી, તામિલનાડુ
(C) ગુરુ શિખર ટોચ
(D) કોઈ પણ નહીં
19. ભારતનો આંખના કેન્સરની સારવાર માટેનો પ્રથમ સ્વદેશી રુથેનિયમ 106 પ્લાક (plaque) …….. દ્વારા વિકસાવવામાં આવ્યો.
(A) એલ. વી. પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટ
(B) ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર
(C) ડી.આર.ડી.ઓ.
(D) ટાટા મેમોરિયલ હોસ્પિટલ
20. ગુજરાતની સૌર ઊર્જા નીતિ મુજબ સૌર ઊર્જા ઉત્પાદનક્ષમતાની મર્યાદા ……. છે.
(A) કોઈ મર્યાદા નથી.
(B) 250 MW
(C) 150 MW
(D) 100 MW
21. ભારત સરકારે 850 મેગાવોટ રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ …….. નદી ઉપર આવેલો છે.
(A) ક્રિષ્ના
(B) તિસ્તા
(C) ચિનાબ
(D) કાવેરી
22. વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ….
(A) તે ખૂબ ઊંચી પારદર્શકતા ધરાવે છે.
(B) તે ખૂબ ઊંચો વક્રીભવનાંક ધરાવે છે.
(C) તે ખૂબ સખત છે.
(D) તે સ્પષ્ટ વિભાજક સમતલો ધરાવે છે.
23. રાત્રીના દૃષ્ટિ ઉપકરણ (Night Vision Apparatus)માં નીચેના પૈકી કયા તરંગોનો ઉપયોગ થાય છે ?
(A) રેડિયો તરંગો
(B) સૂક્ષ્મ તરંગો
(C) અવરક્ત (Infrared) તરંગો
(D) કોઈ પણ નહીં.
24. લેસર (Lasers) બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
(A) લેસર પ્રકાશની અત્યંત સમાંતરિત કિરણલક્ષી (Highly collimated beams of light) છે.
(B) લેસર અણુસંબદ્ધ સ્વરૂપ ધરાવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
25. પાણીની કાયમી કઠિનતા ……. ની પ્રક્રિયાને કારણે હોય છે.
(A) સોડિયમ અને પોટેશિયમના સલ્ફેટ
(B) મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટ
(C) સોડિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
26. પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2. અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.
3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
27. પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્ત્વ આવશ્યક છે ?
(A) કોબાલ્ટ
(B) નિકલ
(C) ઝિોનિયમ
(D) કોઈ પણ નહીં
28. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(A) ફ્યુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે.
(B) ફ્યુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
29. માનવશરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી ક્યું છે?
(A) વાયુનું વહન
(B) એન્ઝાઇમ છૂટાં પાડવાની ક્રિયાને નિયંત્રિત કરે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
30. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે?
(A) ઇથેનોલ ખાધ અને અખાધ બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે.
(B) બાયોડીઝલ એ ખાંડઉધોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
31. ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય?
(A) દળ અને લંબાઈ
(B) દળ અને સમય
(C) દળ, લંબાઈ અને સમય
(D) ઉપર પૈકીનું એક પણ નહીં
32. જ્યારે સીડી (CD)ને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ……. ઘટનાને આધારે સમજાવી શકાય.
(A) પરાવર્તન અને વિવર્તન
(B) પરાવર્તન અને પ્રવાહન
(C) વિવર્તન અને પ્રવાહન
(D) રિફ્રેકશન, વિવર્તન અને પ્રવાહન
33. ન્યુક્લિયર રીએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે-
(A) ન્યુક્લિયર રીએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી, જ્યારે અણુબોમ્બમાં થાય છે.
(B) ન્યુક્લિયર રીએક્ટરમાં ચેઇન રીએક્શન નિયંત્રિત હોય છે.
(C) ન્યુક્લિયર રીએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોતી નથી.
(D) ઉપર પૈકી એક પણ નહીં.
34. નેનો ટેક્નોલોજી ……. માં ઉપયોગી થઈ શકે.
(A) ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે
(B) દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે
(C) સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે
(D) ઉપરોક્ત તમામ
35. સજીવતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન સેન્દ્રીય પદાર્થનો ઉત્પાદન દર ……. કહેવાય છે.
(A) કુલ પ્રાથમિક ઉત્પાદકતા
(B) ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા
(C) કુલ ગૌણ ઉત્પાદકતા
(D) ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા
36. ગોલ્ડન મશીહુરને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે ……. વર્ગનું છે.
(A) પક્ષી
(B) સર્પ
(C) માછલી
(D) બિલાડી
37. દૃશ્યમાન રંગોના વર્ણપટમાં (spectrum), કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે ?
(A) વાદળી (blue)
(B) જાંબલી (violet)
(C) લાલ (red)
(D) નારંગી (orange)
38. HI 316 અને HI 353 એ નીચે પૈકી કયા પાકની નવી જાતો છે ?
(A) ઘઉં
(B) બાજરી
(C) કપાસ
(D) તલ
39. 1 સમુદ્રી માઈલ = ……. કિલોમીટર
(A) 1.852
(B) 1.752
(C) 1.525
(D) 1.562
40. ઓમેગા-૩ ફેટી એસિડ શામાંથી મળે છે ?
(A) ગાજર
(B) સોયાબીન
(C) લીલાં શાકભાજી
(D) ઈસબગુલ
41. થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે :
(A) ગરમીનો પ્રવાહ બંધ કરે છે.
(B) ગરમીનો પ્રવાહ ઘટાડે છે.
(C) ગરમી શોષી લે છે.
(D) ગરમીનો પ્રવાહ ઊલટી દિશામાં લઈ જાય છે.
42. ભારતીય વૈજ્ઞાનિક અને ઔધોગિક સંશોધન સંસ્થા – કેન્દ્રીય મિકેનિકલ એન્જિનયરિંગ સંશોધન સંસ્થાએ (CSIR – CMERI) વિશ્વના સૌથી મોટા સૌર વૃક્ષનો વિકાસ કયા રાજ્યમાં કર્યો છે ?
(A) મહારાષ્ટ્ર
(B) દિલ્હી
(C) કર્ણાટક
(D) પશ્ચિમ બંગાળ
43. આંત્રપુચ્છ (Appendix) એ માનવશરીરના ……. ભાગ સાથે જોડાયેલું હોય છે.
(A) પિત્તાશય
(B) નાનું આંતરડું
(C) મૂત્રપિંડ
(D) એક પણ નહીં.
44. પરમાણુ રિએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે …….
(A) પરમાણુ રિએક્ટરમાં કોઈ ચેઈન રિએક્શન (શ્રૃંખલા, પ્રક્રિયા) થતું નથી, જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રિએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
(B) પરમાણુ રિએક્ટરમાં ચેઈન રિએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
(C) પરમાણુ રિએક્ટરમાં ચેઈન રિએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.
(D) અણુ બોમ્બમાં કોઈ ચેઈન રિએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી, જ્યારે તે પરમાણુ રિએક્ટરમાં થાય છે.
45. સુપર કન્ડક્ટિવિટીમાં પદાર્થની વાહકતા ……. થાય છે.
(A) શૂન્ય
(B) મર્યાદિત (finite)
(C) અનંત (infimite)
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
46. વાયરસના ચેપમાં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટિબાયોટિકની ભલામણ શા માટે કરે છે ?
(A) કેટલાક વાઇરસ પ્રોટીન જેવાં બેક્ટેરિયા ધરાવે છે જેને એન્ટિબાયોટિક ઓળખી અને મારી શકે છે.
(B) ગૌણ બેક્ટેરિયા ચેપને અટકાવવા માટે
(C) એન્ટિબાયોટિક વાઈરસની કોષદીવાલને ઓગાળી શકે છે.
(D) ઉપરોક્ત તમામ
47. સામાન્ય રીતે સ્ત્રીઓના અવાજની આવૃત્તિ – પીચ (Pitch) ……. હોય છે.
(A) પુરુષો કરતાં નજીવી નીચી
(B) પુરુષો કરતાં ઊંચી
(C) પુરુષો કરતાં ખૂબ નીચી
(D) પુરુષો જેટલી જ
48. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય છે.
(B) બહિર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે.
(C) સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે.
(D) સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલટું હોય છે.
49. વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ …….. ના લીધે થાય છે.
(A) કાર્બન ડાયોક્સાઈડ
(B) ધૂળના કણો
(C) હીલિયમ
(D) પાણીની બાષ્પ
50. પાણીની કાયમી કઠિનતા એ …….. ની હાજરીના લીધે હોય છે.
(A) સોડિયમ અને પોટેશિયમના સલ્ફેટ
(B) મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટ
(C) સોડિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ
(D) મેગ્નેશિયમ અને કેલ્શિયમના બાયકાર્બોનેટ
51. પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ?
(A) કોષરસપટલ (cell membrane)
(B) અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)
(C) કોષદીવાલ
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
52. નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
(A) માછલીઓ માત્ર પ્રાણી જ પદાર્થ ખાય છે.
(B) ટેડપોલમાં હૃદય ત્રણ ખાનાઓ (ચેમ્બર)નું હોય છે.
(C) તમામ માછલીઓને વાયુશય-સ્વીમબ્લેડર્સ (swim bladders) હોય છે.
(D) ટેડપોલને ઝાલર- ગીલ (શ્વસનેન્દ્રીય) હોય છે.
53. સજીવોમાં નીચેના પૈકી ક્યું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે?
(A) વિયોજન (Isolution)
(B) પરિવર્તન (Mutation)
(C) પ્રાકૃતિક પસંદગી (Natural Selection)
(D) જાતિય પ્રજનન (sexual Reproduction)
54. રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?
(A) દેડકાં
(B) મગર
(C) માછલી
(D) કાચબાં
55. નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડું મથક ક્યાં આવેલ છે ?
(A) મુંબઈ
(B) ચેન્નાઈ
(C) દહેરાદૂન
(D) ન્યૂ દિલ્હી
56. ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભૂકંપને સંબંધિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ (Monitoring) કરવામાં આવે છે ?
(A) ગૌરીબીદાનૌર (GAURIBIDANAUR)
(B) દિલ્હી
(C) ટ્રોમ્બે
(D) ઉપરના
57. ઈલેક્ટ્રોન્સની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
(A) જે. જે. થોમસન
(B) જગદીશચન્દ્ર બોઝ
(C) એડવિન હબલ
(D) સી. વી. રામન
58. Bald Eagle એ નાશ થવાના ઊંચા જોખમે છે કારણ કે
(A) તેઓનો સાઇઝ (કદ) ખૂબ મોટી છે.
(B) તેઓનો નીચો પ્રજોત્પતિ દર
(C) તેઓની ઊંચી ટ્રોફિક સ્તર
(D) તેઓનું નવી વસાહત તરફ સ્થળાંતર
59. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
(A) ક્લોનિંગમાં દાતામાંથી સોમેટિક કોષ (Somatic cell) લેવામાં આવે છે અને તેનો ઉપયોગ ભ્રૂણના સર્જનમાં થાય છે.
(B) ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન અથવા ટેસ્ટટ્યૂબ બેબીમાં શુક્રકોષ દ્વારા ફળદ્રુપ કરાયેલું ઇંડું (બીજ) ને ગર્ભાશયમાં સ્થાનાંતરણ કરવામાં આવે છે.
(C) ઉપરના (A) તથા (૪) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
60. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
(A) સમૃદ્ધ યુરેનિયમ નાગરિક અણુ વીજ ઉત્પાદન તેમજ પરમાણુશસ્ત્રો બનાવવા માટે જરૂરી છે,
(B) પદાર્થો કે જે સરળતાથી અણુ વિચ્છેદનયી પસાર થાય છે તે સંપૂર્ણ પૂર્વ રૂપાંતરની આવશ્યક્તા ધરાવે છે.
(C) ઉપરના (A) તથા (B) બંને
(D) (A) અને (B) પૈકી એક પણ નહીં
61. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. ઈથેનોલ એ એક પ્રકારનો આલ્કોહોલ છે કે જેનું ઉત્પાદન કોઇ પણ ફીડસ્ટોકનો ઉપયોગ કરીને થઈ શકે છે.
2. ખાંડને સીધા આલ્કોહોલ માટે આથો લાવી શકાય છે, જ્યારે સ્ટાર્ચ એ સૌ પ્રથમ ખાંડમાં રૂપાંતરિત થવી જરૂરી છે.
3. 1 લિટર ઈથેનોલ, એ 1 લિટર પેટ્રોલની ઊર્જાના 2/3 જેટલી ઊર્જા ધરાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2
(C) માત્ર 3
(D) 1, 2 અને 3
62. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય નથી ?
1. ઘન અવસ્થા લેસર (સોલિડ સ્ટેટ લેસર) એ CD અને DVD પ્લેયરમાં વપરાતા લેસર જેવા લેસર છે.
2. ગેસ લેસર એ ઉમદા વાયુઓ અથવા કાર્બન ડાયોકસાઈડને માધ્યમ તરીકે ઉપયોગ કરતાં લેસર છે.
3. પ્રવાહી ડાઈ લેસર એ કાર્બનિક અણુમાં દ્રાવણ (Solution of organic dye molecule) નો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે.
4. અર્ધવાહક લેસર એ CD પ્લેયર અને બારકોડ સ્કેનરમાં ઉપયોગમાં લેવાય છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 2 અને 3
(D) આમાંનું એક પણ નહીં
63. અંધ વ્યક્તિ છાપેલું પુસ્તક વાંચી શકે તે માટે કયું સાધન ઉપયોગમાં લે છે ?
(A) ડિક્ટાફોન
(B) ઓપ્ટોફોન
(C) ફોનોગ્રાફ
(D) એક પણ નહીં
64. ‘ધી મેટલ ઓફ હોપ’ કોને ગણવામાં આવે છે ?
(A) યુરેનિયમ
(B) થોરિયમ
(C) પારો
(D) સોનું
65. પોલિયોની રસીના શોધક કોણ છે ?
(A) લેવિરન
(B) ક્લેબ્સ
(C) વિલિયમ હાર્વે
(D) જોનાસ એડવર્ડ સોલ્ક
66. કેટલા સેગ્રે. ઉષ્ણતામાને પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ?
(A) 0° સેગ્રે.
(B) 1॰ સેગ્રે.
(C) 4° સેગ્રે.
(D) 10° સેગ્રે.
67. “લેસર” (LASER) નું પૂરું નામ શું છે ?
(A) Light Amplification by Stimulated Emission of Radiation
(B) Less Amplification by Stimulated Emission of Radiation
(C) Light Amplification by Short Emission of Radiation
(D) Light Amplification by Simple Emission of Radiation
68. નેફોમીટર (Nephometer) થી કોનું માપન કરવામાં આવે છે ?
(A) સમુદ્રની ક્ષારતા
(B) દૂધની ઘનતા
(C) વરસાદની માત્રા
(D) વાદળોની માત્રા તથા ગતિ
69. જ્યારે કોઈ વસ્તુ મુક્તરૂપે પડે છે, ત્યારે …….
(A) સંવેગ ગુરુત્વાકર્ષણ બળમાં રૂપાંતરિત થાય છે
(B) સ્થિરઊર્જાનું ગતિઊર્જામાં રૂપાંતર થાય છે
(C) ગતિઊર્જાનું સ્થિરઊર્જામાં રૂપાંતર થાય છે
(D) ગુરુત્વાકર્ષણ બળ સંવેગમાં રૂપાંતરિત થાય છે
70. બેકિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે ?
(A) સોડિયમ બાયકાર્બોનેટ
(B) સોડિયમ હાઈડ્રોક્સાઇડ
(C) સોડિયમ સલ્ફેટ
(D) સોડિયમ નાઈટ્રેટ
71. “ડિટરજન્ટ પાવડર” માં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) હાયડ્રોક્લોરિક એસિડ (Hydrochloric Acid)
(B) સોડિયમ કાર્બોનેટ (Sodium Carbonate)
(C) કેલ્શિયમ કાર્બોનેટ (Calcium Carbonate)
(D) સોડિયમ આલ્કલી સલ્ફેટ (sodium Alkyl Sulphate)
72. પાણી માટેની કેમિકલ (રાસાયણિક) ફોર્મ્યુલા કઈ છે ?
(A) NaAIO2
(B) H2O
(C) AI2O3
(D) CaSIO3
73. ટેટ્રાઈથાઈલ લીડ (Tetraethyl lead) ક્યાં હેતુ માટે ઉપયોગમાં આવે છે ?
(A) દુ:ખ નિવારક (Painkiller)
(B) આગ બુઝાવવા (Fire Extinguisher)
(C) મચ્છર દૂર ભગાવવા (Mosquito repellent)
(D) પેટ્રોલમાં ઉમેરવા (Petrol additive)”
74. આર્ટિશ્યિલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) શું છે ?
(A) મશીનોને વધારે બુદ્ધિશાળી બનાવવા
(B) પોતાની હોશિયારી મુજબ પ્રોગ્રામિંગ કરવું
(C) કોમ્પ્યુટરમાં વધારે મેમરી (Memory) મૂકવી
(D) કોમ્પ્યુટરમાં પોતાની હોશિયારી સામેલ કરવી
75. સિમેન્ટ ઉદ્યોગમાં કાચા માલ તરીકે શાનો ઉપયોગ થાય છે ?
(A) જિપ્સમ અને માટી (gypsum and clay)
(B) માટી (clay)
(C) ચૂનાનો પથ્થર અને માટી
(D) ચૂનાનો પથ્થર
76. ભારતનું સૌ પ્રથમ નેશનલ પાર્ક (National Park) કયું છે ?
(A) પેરિયાર (Periyar)
(B) રાજાજી (Rajaji)
(C) જિમ કોર્બેટ (Jim Corbett)
(D) બાંદીપુર (Bandipur)
77. “રેડિયો – એક્ટિવ રેડિયમ” ની શોધ કોણે કરેલ હતી ?
(A) આઈઝેક ન્યૂટન (Isaac Newton)
(B) આલ્બર્ટ આઈન્સ્ટાઈન (Albert EInsteIn)
(C) બેન્જામિન ફ્રેન્કલિન (Benjamin Franklin)
(D) મેરી ક્યુરી (Marle Curle)
78. ગ્રામોફોન (Gramophone) ની શોધ કરનાર કોણ છે ?
(A) માઈકલ ફેરાડે
(B) થોમસ આલ્વા એડિસન
(C) સર એલેકઝાંડર ગ્રેહામ બેલ
(D) રોજર બેંકોન
79. બ્રોમાઇન (Bromine) શું છે ?
(A) કાળી માટીનો પ્રકાર
(B) લાલ પ્રવાહી
(C) રંગ વગરનો ગેસ
(D) ખૂબ જ જ્વલનશીલ ગેસ
80. ફેધમ (Fathom) નો ઉપયોગ કયા કાર્યમાં થાય છે ?
(A) અવાજની ઝડપ માપવા
(B) ઊંડાઈ માપવા
(C) અંતર માપવા
(D) રોકેટની ગતિ માપવા
81. ગેલ્વેનાઈઝ આયર્ન શીટ’ (Galvanised iron sheet) ઉપર શાનો ઢોળ | કોટિંગ (coating) ચડાવવામાં આવે છે ?
(A) ક્રોમિયમ (Chromium)
(B) સીસું (Lead)
(C) જસત (Zinc)
(D) કલાઈ (Tin)
82. પાણીની હાર્ડનેસ (permanent hardness of water) નીચેના પૈકી કો પદાર્થ તેમાં ઊમેરવાથી દૂર થઈ શકે છે ?
(A) સોડિયમ (Sodium)
(B) સોડિયમ કાર્બોનેટ (Sodium Carbonate)
(C) પોટેશિયમ પરમેંગનેટ (Potassium Permangnate)
(D) ચૂનો (Lime)
83. કપડાં ધોવાના ડિટરજન્ટ (Detergent) માં શેનો ઉપયોગ થાય છે ?
(A) બાયકાર્બોનેટ (Bicarbonates)
(B) માટી (Clay)
(C) નાઈટ્રેટ (Nitrate)
(D) સલ્ફોનેટ (Sulphonates)
84. વલ્કેનાઈઝેશન (Vulcanisation) માં રબ્બરને કોની સાથે ગરમ કરવામાં આવે છે ?
(A) કાર્બન (Carbon)
(B) સિલિકોન (Silicon)
(C) સલ્ફર (Sulphur)
(D) ફોસ્ફરસ (Phosphorous)
85. સૌ પ્રથમ વિસ્ફોટક (explosive) અંગેનો વિચાર અને તે માટે ડાયનામાઈટ (Dynamite) ના પેટન્ટ (Patent) કોણે નોંધાવેલ હતી ?
(A) જે. આર. ગ્લુબર (J.R. Gluber)
(B) એ. નોબલ (A. Nobel)
(C) જી. રોબર્ટ (G. Robert)
(D) માઈકલ પેનરોઝ (Michel Penrose)
86. ભારતના મહાન વૈજ્ઞાનિકો અને તેઓના યોગદાનના ક્ષેત્રોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) શ્રી ચંદ્રશેખર વેંકટ રામન – પ્રકાશનું વિકિરણ (Scattering of Light)
(B) શ્રી હોમી જે. ભાભા – ક્વોન્ટમ થિયરી (Quantum Theory)
(C) શ્રી એસ. ચંદ્રશેખર – મેથેમેટિકલ થિયરી ઓફ બ્લેક હોલ (Mathematical Theory of Black Holes)
(D) શ્રીનિવાસ રામાનુજન – જીવવિજ્ઞાની (Biologist)
87. ભારતના સૌરઊર્જાથી વીજળી ઉત્પાદન કરતાં પ્લાન્ટ અને તેના સ્થળ (રાજ્ય)ની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) ભાદલા સોલાર પાર્ક (Bhadla Solar Park) – રાજસ્થાન
(B) શક્તિ સ્થળ સોલાર પાવર પ્રોજેક્ટ (Shakti Sthala Solar Power) – કર્ણાટક
(C) અલ્ટ્રા મેગા સોલાર પાર્ક (Ultra Mega Solar Park) – કેરલ
(D) રેવા સોલાર પાવર પ્રોજેક્ટ (Rewa Solar Power Project) – મધ્ય પ્રદેશ
88. જ્યારે બેરોમીટરમાં અચાનક ઘટાડો થાય છે ત્યારે કઈ બાબતની શક્યતા રહેલ છે?
(A) શાંત હવામાન (Calm Weather)
(B) તોફાની હવામાન (Stormy)
(C) ઠંડું અને સૂકું હવામાન (Cold and Dry Weather)
(D) ગરમ, સૂર્યપ્રકાશવાળું હવામાન (Hot and Sunny Weather)
89. ફ્સિન (Fission)ની પ્રક્રિયા મુખ્યત્વે ……….. માં થાય છે.
(A) સૂર્ય
(B) હાઈડ્રોજન બોમ્બ
(C) પરમાણુ રિએક્ટર
(D) ઉપર પૈકી કોઈ નહીં.
90. નીચેના પૈકી કર્યું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે
(A) કોલસો
(B) ડીઝલ
(C) કેરોસીન
(D) હાઈડ્રોજન
91. નીચેના પૈકી કયા તત્ત્વને વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી પાતળું ગણ્યું છે ?
(A) ફ્લેરેન
(B) ગ્રેફીન
(C) સિલિકોન
(D) ક્વાર્ટ્ઝ
92. બાયોડિગ્રેડેબલ વેસ્ટને ઉપયોગી પદાર્થમાં ……. દ્વારા રૂપાંતરિત કરી શકાય છે.
(A) શેવાળ
(B) વાઈરસ
(C) બેક્ટેરિયા
(D) કિરણોત્સર્ગી તત્ત્વો
93. કાચું તેલ (ક્રૂડ ઓઈલ)ને ઘણીવાર ખાટું કહે છે, કારણ કે…….
(A) તે વધુ એસિડિક છે.
(B) તે વધુ આલ્કલાઈન છે.
(C) તે સલ્ફનું વધુ પ્રમાણ ધરાવે છે.
(D) તે સલ્ફનું ઓછું પ્રમાણ ધરાવે છે.
94. ‘જીવન બિન્દી-જીવન બચાવનાર બિન્દુ”એ નીચેનામાંથી કઈ પોષક ઊણપ દૂર કરવા માટે છે ?
(A) આયોડિન (Iodine)
(B) આયર્ન (Iorn)
(C) કેલ્શિયમ (Calcium)
(D) ઝિંક/જસત (Zinc)
95. નીચેના પૈકી કયો જીવસમૂહ ભારતમાં વિલુપ્ત થતી જાતિમાં આવે છે ?
(A) પક્ષીઓ
(B) સરિસૃપ
(C) સસ્તન પ્રાણીઓ
(D) માછલીઓ
96. ધૂમ્રપાન કરનારા કાળક્રમે ……….ની અસરોથી પીડાય છે.
(A) કાર્બન ડાયોક્સાઈડ (Carbon dioxide)
(B) નાઈટ્રોજન ડાયોક્સાઈડ (Nitrogen dioxide)
(C) કાર્બન મોનોક્સાઈડ (Carbon Monxide)
(D) સલ્ફર ડાયોક્સાઈડ (Sulphur dioxide)
97. પોલિયોના વાઈરસ શરીરમાં ……. થી પ્રવેશે છે.
(A) મચ્છરના કરડવાથી
(B) બગાઈ કરડવાથી
(C) દૂષિત ખોરાક અને પાણી
(D) લાળ અને નાકમાંથી સાવ
98. સામાન્ય રીતે ગ્રહ અથવા ચંદ્રનું, સપાટી દ્વારા પ્રતિબિંબિત આપાતિત પ્રકાશના પ્રમાણને …… કહેવાય છે.
(A) એબસ્કોરબો (Abscorbo)
(B) લેબિડો (Labedo)
(C) અલબિડો (Albedo)
(D) પ્લેસીબો (Placebo)
99. નીચેના પૈકી કયા માનવશરીર માટે આવશ્યક સૂક્ષ્મ પોષણ તત્ત્વો છે ?
(1) વિટામિન્સ
(2) પ્રોટીન
(3) મિનરલ્સ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
100. વિટામિન D સંશ્લેષણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) વિટામિન D પારજાંબલી પ્રકાશ દ્વારા ચામડીમાં ઉત્પન્ન થાય છે.
(2) વિટામિન નું ઊંચું પ્રમાણ વધુ રોગગ્રસ્ત હોવા સાથે સંકળાયેલું છે.
(3) સૂર્યપ્રકાશને વધારે પડતા વિટામિન ને ઉત્પન્ન કરતાં અટકાવવા માટે શરીરમાં કોઈ પદ્ધતિ નથી.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here