GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 1
GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 1
1. કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન વિધાનો સાચું/સાચાં છે ?
(A) તેનું સામ્રાજ્ય ઉત્તર-પશ્ચિમે ખેતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું હતું.
(B) તે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તરેલું હતું.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) બંને પૈકી કોઈ નહીં.
2. ભારતમાં અંગ્રેજ સરકાર દરમિયાન આદિવાસી બળવાઓ બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. રમ્પા વિદ્રોહ અંગ્રેજ સરકારના નવા પ્રતિબંધક જંગલ નિયમોની સામે હતો.
2. બંકીમચંદ્ર ચેટર્જીની આનંદમઠ સંન્યાસી વિદ્રોહ આધારિત હતી.
3. મુન્ડા વિદ્રોહ દરમિયાન બિરસા મુન્ડાએ પોતે ઈશ્વરના પ્રતિનિધિ હોવાનું જાહેર કર્યું.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
3. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પોર્ટુગીઝ આઝાદી પૂર્વેના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપીયનો હતાં.
2. ભારત છોડનાર પ્રથમ યુરોપીયન સત્તા ડચ હતી.
3. કર્ણાટક યુદ્ધોએ ભારતમાં ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત કરી.
4. અલાહાબાદની 1865ની સંધિએ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં દીવાની હક્કો આપ્યા.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 1, 2 અને 3
(D) ફક્ત 1, 3 અને 4
4. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. લાલા લજપતરાયે તેમના સામાજિક સુધારણા કાર્યક્રમોના ટેકામાં આર્યસમાજની વેદોની સર્વોપરિતાની અપીલનો વિરોધ કર્યો.
2. કેશવચંદ્ર સેન નીચે બ્રહ્મોસમાજે સ્ત્રીઓની કેળવણી માટે પ્રચાર કર્યો.
3. નિરાશ્રિતો/શરણાર્થીઓમાં કાર્ય કરવા માટે વિનોબા ભાવેએ સર્વોદય સમાજની સ્થાપના કરી.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
5. શક બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. શક શાસકે સુસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો, જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું.
2. સમુદ્રગુપ્તે શક રાજા રુદ્રસિમ્હા- ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો.
3. શક રાજા રુદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ કરતું હતું.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 2
6. …….. એ “સંવાદકૌમુદી” નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું.
(A) કેશવચંદ્ર સેન
(B) રવીન્દ્રનાથ ટાગોર
(C) રાજા રામમોહન રાય
(D) ડો. આત્મારામ પાંડુરંગ
7. લોર્ડ વિલિયમ બેન્ટિકને લગતાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેણે પીંઢારાની ટોળીઓને નાબૂદ કરી.
2. તેવો કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતો.
3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
8. બ્રિટિશ શાસન દરમિયાન નીચેના પૈકી કઈ વસૂલાત પદ્ધતિ પદ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?
(A) મહાલવારી
(B) રૈયતવારી
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
9. 1851 થી 1880ના સમયમાં ભારતમાં કાપડ ઉધોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી.
2. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં.
3. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉધોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબૂ હતો.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
10. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ડિસેમ્બર, 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.
2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.
3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફ્સ સ્વરાજ્ય પક્ષ” નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ”ના ટૂંકા નામે ઓળખાયો.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને ૩
11. હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્ય પદ્ધતિ નાબૂદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી.
2. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું.
3. આ ધારાએ તમામ અગિયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી.
4. અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરાં પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત વિસ્તૃત કર્યો.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 3 અને 4
12. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ નીતિઓ અપનાવી ?
(A) વિજયી યુદ્ધ બાદ રાજ્ય કે રાજ્યના પ્રદેશનું જોડાણ કરવું.
(B) રાજ્યના રાજાની પાસેથી તેનું બિરુદ અને અંગત જાગીરો લઈ લેવી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
13. નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે.
(A) હોળકર લશ્કરે પરનો કાબૂ ભારે લૂંટફાટવૃત્તિવાળા સાહસિક અમીરખાનના હાથમાં હતો.
(B) પીંઢારાઓની ખૂની, ઝનૂનવાળી ટોળીઓ સિંધિયા અને હોળકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
14. બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.
2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.
3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પ્રલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને ૩
15. નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઇન-કાઉન્સિલથી બદલીને “ગવર્નર જનરલ ઓઈ ઇન્ડિયા-ઈન-કાઉન્સિલ” કરવામાં આવ્યો?
(A) 1813
(B) 1823
(C) 1833
(D) 1843
16. 1857માં …….. ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
(A) બિહારના જગદીશપુર
(B) પંજાબના અમૃતસર
(C) સિંધના કરાંચી
(D) કાનપુર
17. નીચેના પૈકી કોણે 1875માં “વર્નાક્યુલર પ્રેસ એક્ટ” ઘડી વર્તમાનપત્રોના સ્વાતંત્ર્ય પર કાપ મૂક્યો હતો ?
(A) લોર્ડ રિપન
(B) લોર્ડ લિટન
(C) લોર્ડ લોરેન્સ
(D) લોર્ડ એલ્ગિન
18. નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) બ્રિટિશ સંસદે 1876માં ‘ધ રોયલ ટાઈટલ્સ એક્ટ’ પસાર કરતાં ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ ‘કૈસરે હિંદ’ ખિતાબ ધારણ કર્યાં.
(B) ગવર્નર જનરલ લોર્ડ લિટને કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
19. ………. 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી.
(A) કેશવચંદ્ર સેને
(B) રાજા રામમોહન રાયે
(C) દયાનંદ સરસ્વતીએ
(D) વિવેકાનંદે
20. 1872માં પસાર કરવામાં આવેલા “ધ નેટિવ મેરેજ એક્ટ” હેઠળ ……. વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
(A) 14
(B) 15
(C) 16
(D) 18
21. બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ……. સ્થાન આપ્યું.
(A) લોર્ડ કોર્નવોલિસે
(B) લોર્ડ બેન્ટિકે
(C) સર થોમસ મનરોએ
(D) લોર્ડ ફૂકે
22. ભારતમાં રેલવે બાંધવા માટે 1844-45માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ?
(A) ઈસ્ટ ઇન્ડિયા
(B) ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
23. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડવણાટમાં વરાળશક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ?
(A) અમદાવાદ
(B) મુંબઈ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
24. પુલકેશી બીજો ……… વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો.
(A) પ્રતિહાર
(B) પાલ
(C) ચાલુક્ય
(D) પલ્લવ
25. હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ?
(A) સિંધુ
(B) રાવિ
(C) ગંગા
(D) જેલમ
26. મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
(B) તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
27. સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતો ?
(A) પ્રતાપ રૂદ્રદેવ પ્રથમ
(B) સોમ રૂદ્રદેવ
(C) શક્તિ રૂદ્રદેવ
(D) મહા રૂદ્રદેવ
28. નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી ‘આમુક્તમાલ્યદા’ના કર્તા હતો ?
(A) બુક્કા-i
(B) બુક્કા-ii
(C) કૃષ્ણદેવરાય
(D) હરિહર
29. કૃષ્ણદેવરાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં ?
i. વિઠ્ઠલસ્વામી મંદિર
ii. હજારા રામાસ્વામી મંદિર
iii. શ્રી રંગનાથ મંદિર
iv. કૈલાસનાથ મંદિર
(A) ફક્ત-i
(B) ફક્ત- i અને ii
(C) ફક્ત- ii અને iii
(D) i, ii, iii અને iv
30. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
i. ૠગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારિત હતું.
ii. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં.
iii. ૠગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારો વેપાર સંબંધો ધરાવતાં હતાં.
(A) ફક્ત- i અને ii
(B) ફક્ત- ii અને iii
(C) ફક્ત- ii
(D) i, ii, અને iii
31. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિશ્વનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે
i. બ્રાહ્મી લિપિની શરૂઆત
ii. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ
iii, અશોકસ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ
(A) ફ્ક્ત i અને ii
(B) ફક્ત ii અને iii
(C) ફ્ક્ત i અને iii
(D) ફક્ત iii
32. ગુપ્ત કાળનો પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ/કૃતિઓ નથી?
i. ચારૂદત્તા
ii. બાલચરિત્ર
iii. રાવણવધ
(A) ફક્ત i અને ii
(B) ફક્ત ii અને iii
(C) ફક્ત ii
(D) ફક્ત iii
33. ભારતમાં ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે હર્ષને ‘પાંચ ઇન્ડિઝનો માલિક’ કહ્યો છે જેમાં …….. નો સમાવેશ થાય છે.
i. બંગાળ
ii. મગધ
iii. સિંધ
iv. કાશ્મીર
(A) ફક્ત i અને ii
(B) ફક્ત ii અને iii
(C) ફક્ત iii અને iv
(D) i, ii, iii અને iv
34. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
i. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
ii. સિંધુ ખીણની સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળા રંગમાં રંગવામાં આવ્યું છે.
(A) ફક્ત – i
(B) ફક્ત – ii
(C) i અને ii બંને
(D) i અને ii પૈકી કોઈ નહીં
35. બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ ……….. માં રહેલા છે.
(A) અજ્ઞાન (અવિજ્જા)
(B) લાલસા (તન્હા)
(C) જોડાણ (ઉપાદાન)
(D) યાતના (દુ:ખ)
36. ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ છે.
(A) શક, કુષાણો, ગ્રીક, પહલવીઓ
(B) ગ્રીક, શક, પહલવીઓ, કુષાણો
(C) પહલવીઓ, ગ્રીક, કુષાણો, શક
(D) શક, કુષાણો, પહલવીઓ, ગ્રીક
37. નીચેના પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે બે ગવર્નર નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી હતી?
(A) સાતવાહન
(B) ગુપ્ત
(C) મૌર્ય
(D) કુષાણ
38. નીચેના પૈકી કોણે 1971માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી ?
(A) વોરન હેસ્ટિંગ્સ
(B) વિલિયમ જ્હોન્સન
(C) પંડિત મદનમોહન માલવિયા
(D) જ્હોનાથન ડંકન
39. 18 એપ્રિલ, 1951ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી?
(A) ઉદયગિરિ
(B) વેંકટગિરિ
(C) પોચમપલ્લી
(D) રાયપુર
40. નીચેના પૈકી કયાં જોડકાંઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?
i. બિંદુસાર – અમિત્રાઘાટ
ii. કુમારગુપ્ત – મહેન્દ્રદિત્ય
iii. સમુદ્રગુપ્ત – પરાક્રમક
iv. સ્કંદગુપ્ત – કર્માદિત્ય
(A) i, ii, iii અને iv
(B) ફ્ક્ત i અને iii
(C) ફક્ત ii, iii અને iv
(D) ફ્ક્ત i, iii અને iv
41. નીચેના પૈકી કઈ ઘટના/ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ઠ- સાથે સંકળાયેલી છે?
i. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન
ii. બૌદ્ધ મિશનરીઓને ઇજિપ્ત અને ગ્રીસ મોક્લવાં
iii. પુરુષપુરને પોતાની રાજધાની બનાવી.
(A) ફક્ત i
(B) ફક્ત ii
(C) ફક્ત i અને ii
(D) ફક્ત i અને iii
42. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
i. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુદ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
ii. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
iii. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રયને લીધે ‘આંધ્ર ભોજ’ તરીકે જાણીતા હતા.
(A) ફક્ત i
(B) ફક્ત iii
(C) ફક્ત i અને ii
(D) ફક્ત ii અને iii
43. હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
i. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.
ii. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી.
iii. હર્ષવર્ધને ગૌડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.
(A) ફક્ત ii
(B) ફક્ત iii
(C) ફ્ક્ત i અને iii
(D) ફક્ત ii અને iii
44. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
i. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી.
ii. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં.
iii. રાજેન્દ્ર પ્રથમના સૌથી જ્યેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.
(A) ફ્ક્ત i અને ii
(B) ફ્ક્ત i અને iii
(c) ફ્ક્ત ii અને iii
(D) ફક્ત i
45. ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
i. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજ્યને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
ii. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
iii. પત્રિકાઓ છપાવવાનું તેમ જ ભારતમાં ક્રાન્તિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
iv. જોકે, 1920 ના દાયકા દરમિયાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.
(A) ફ્ક્ત i, ii અને iii
(B) ફ્ક્ત i, ii અને iv
(C) ફ્ક્ત i, iii અને iv
(D) i, ii, iii અને iv
46. મોંહે-જો-દરોમાંથી મળી આવેલાં દાઢીવાળા પુરુષની અર્ધપ્રતિમા …….. ની બનેલી છે.
(A) પકવેલી માટી (ટેરાકોટા)
(B) રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન)
(C) સ્ટીટાઇટ
(D) રેડસ્ટોન
47. સિંધુ નદીના આસપાસના વિસ્તારને ‘નિખિલસ્તાન’ કહે છે જેનો અર્થ …… થાય છે.
(A) ઇડનનો બગીચો
(B) સ્વપ્નોનો બગીચો
(C) સિંધનો બગીચો
(D) મૃતનો બગીચો
48. અલ બરૂનીની ‘કિતાબ-ઉલ-હિંદ’ ……… ભાષામાં લખાયેલી છે.
(A) હિન્દી
(B) અરબી
(C) તૂર્કી
(D) પર્શિયન
49. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ……. કહેવાતાં.
(A) નિગ્રંથ
(B) સુરગ્રંથ
(C) આદિગ્રંથ
(D) મહાગ્રંથ
50. ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌપ્રથમ શરૂ કરનાર ……. હતાં.
(A) પોર્ટુગીઝ
(B) ડચ
(C) ફ્રેન્ચ
(D) ડેનિશ
51. ……. ખાતેના શિલાલેખો દ્વારા ચોલ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે.
(A) થંજાવુર
(B) ઉરૈયુર
(C) કાંચિપુરમ્
(D) ઉતિરમેરૂર
52. કચ્છી સુંદરજી શિવજીને “હકુમતે હૈદરી” કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી ?
(A) અહમદ શાહ
(B) ટીપુ સુલતાન
(C) અકબર
(D) નેપોલિયન બોનાપાર્ટ
53. સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે ?
(A) છત્ર
(B) અંડ
(C) હર્મિકા
(D) પ્રદક્ષિણાપથ
54. “સંગીતની ગંગોત્રી” રૂપે કયો વેદ ઓળખાય છે ?
(A) યજુર્વેદ
(B) સામવેદ
(C) ૠગ્વેદ
(D) અથર્વવેદ
55. ગાયકવાડી શાસનમાં રાજ્યના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી તાકયા નામે ઓળખાતો હતો ?
(A) પૂજારી
(B) ધર્માધિકારી
(C) સ્વામી
(D) સૂબો
56. નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી ?
(A) સારી પુત્ર
(B) ચન્ના
(C) આલાર કાલામ
(D) કશ્યપ
57. મેગેસ્થનિસના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું.
ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી.
iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો.
iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી.
(A) ફક્ત i અને ii
(B) ફક્ત ii અને iii
(C) ફક્ત i, ii અને iii
(D) i, ii, iii અને iv
58. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.
ii. નરસિંહવર્મન- એ દરિયાકિનારે મહાબલિપુરમ નગર બનાવ્યું.
iii. દણ્ડી નરસિંહવર્મન-ાના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટા ભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.
(A) ફક્ત i અને ii
(B) ફ્ક્ત ii, iii અને iv
(c) ફક્ત i, ii અને iii
(D) i, ii, iii અને iv
59. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઇન્ડિયા હાઉસ રાખ્યું.
ii. મેડમ કામાએ 1907માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો.
iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન “મને મારા દેશ માટે મારા પ્રાણનું બલિદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે.” હતું.
iv. ભગતસિંહ એ “ઇન્કલામ ઝિંદાબાદ”નો યુદ્ધ-નારો આપ્યો હતો.
(A) ફક્ત i અને ii
(B) ફક્ત i, iii અને iv
(C) ફક્ત ii, iii અને iv
(D) i, ii, iii અને iv
60. મહારાજા રણજિતસિંહની રાજધાની ……. હતી.
(A) અંબાલા
(B) અમૃતસર
(C) લાહોર
(D) પેશાવર
61. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો.
(B) વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
62. “માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર” – સૂત્ર કોણે આપ્યું હતું ?
(A) બી. આર. આંબેડકર
(B) ઈ. વી. રામાસ્વામી નાયકર
(C) શ્રી નારાયણ ગુરુ
(D) જ્યોતિબા ફૂલે
63. સિંધુ સંસ્કૃતિની મહોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે ?
(A) ખૂંધવાળો આખલો
(B) શ્રૃંગાશ્ચ
(C) વાઘ
(D) ગેંડો
64. …… ના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌદ્ધસભા રાજગૃહી ખાતે યોજાઈ.
(A) અશ્વઘોષ
(B) વાસુમિત્ર
(C) મહાશ્યપ
(D) ઉપગુપ્ત
65. નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?
(A) વિષ્ણુગુપ્ત
(B) પુષ્યગુપ્ત
(C) ઉપગુપ્ત
(D) રાધાગુપ્ત
66. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત “મત્તવિલાસ પ્રહસન” લખ્યું હતું ?
(A) નરસિંહવર્મન-i
(B) નરસિંહવર્મન-ii
(C) પરમેશ્વરવર્મન
(D) મહેન્દ્રવર્મન
67. નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાખ્યો ?
(A) જામ રાવલજી
(B) રણમલજી
(C) સતાજી
(D) જામ વિભાજી
68. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી ક્યા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે ?
(A) મોહેં-જો-દરો
(B) ધોળાવીરા
(C) સુરકોટડા
(D) રાખી ગઢી
69. ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ?
(A) વાસ્કો-દ-ગામા
(B) ફ્રાંસિસ્કો ડી અભીંડા
(C) અલ્બુકર્ક
(D) નુનો દ્દા કુન્હા
70. ભારતીય સરકાર દ્વારા 1953માં રચવામાં આવેલા “રાજ્ય પુનઃગઠન આયોગ”ના અધ્યક્ષ કોણ હતા?
(A) જવાહરલાલ નહેરુ
(B) વલ્લભભાઈ પટેલ
(C) ફઝલ અલી
(D) હૃદયનાથ કુંજરૂ
71. પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?
(A) સ્વામી દયાનંદ સરસ્વતી
(B) સ્વામી વિવેકાનંદ
(C) કનૈયાલાલ અલખધારી
(D) શિવનારાયણ અગ્નિહોત્રી
72. ભારતમાં સનીં સેવકોને તાલીમ આપવા માટે લોર્ડ વેલેસ્લીએ ……. કોલેજ, ધ ઓક્સફ્ટ ઓફ ધ ઇસ્ટ”ની સ્થાપના કરી હતી.
(A) ફોર્ટ વિલિયમ
(B) સેંટ સ્ટીફ્ન
(C) ફર્ગ્યુસન
(D) બિશપ કોટન
73. 1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેનાં પૈકી કયું વિધાન/ ક્યાં વિધાનો સાચું/સાચાં છે ?
1. તેના દ્વારા વાઇસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી.
2. ગવર્નર જનરલની નિમણૂક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રીમંડળનાં સલાહ-સૂચન અનુસાર કરવામાં આવતી હતી.
3. તે (અધિનિયમે ભારતનાં રજવાડાંઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી.
4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મુલ્કી કર્મચારીઓ)ની નિમણૂક કરવાની ચાલુ રહી.
(A) 1, 2, 3 અને 4
(C) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) માત્ર 3 અને 4
74. મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ …….. હતા.
(A) વેપાર અને વાણિજ્યના વડા
(B) સરકારી ખેતીના સંચાલક
(C) ટંકશાળના અધિકારી
(D) જંગલોના સંચાલક
75. ગુપ્ત કાળ દરમિયાન ‘નવનીતકમ’ ……. નો સુવિખ્યાત ગ્રંથ હતો.
(A) જ્યોતિષ વિધા
(B) ગણિત
(C) ઔષધ
(D) ધાતુવિજ્ઞાન
76. ચોલા મંદિરોમાં મોટા ભાગે દેવ …….. હોય છે.
(A) શિવ
(B) વિષ્ણુ
(C) કૃષ્ણ
(D) બ્રહ્મા
77. બાળલગ્ન અને ફ્રજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે ‘સેવા સદન’ની સ્થાપના કરી ?
(A) બેહરમજી એમ. મલબારી
(B) આર. જી. ભંડારકર
(C) શિવનારાયણ અગ્નિહોત્રી
(D) બી. કે. જયકર
78. નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું ?
(A) ગદર પક્ષ
(B) હિંદુસ્તાન રિ-પબ્લિકન એસોસિયેશન
(C) હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિ-પબ્લિકન એસોસિયેશન
(D) અનુશીલન સમિતિ
79. જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે ?
(A) સંગ્રહણી સૂત્ર
(B) બાલગોપાલ સ્મ્રુતિ
(C) કલ્પસૂત્ર
(D) ચૌરપંચાશિકા
80. “જો વિશ્વમાં કોઈ પાપ છે, તો તે નબળાઈ છે, તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે.” આવું કોણે કહ્યું ?
(A) સ્વામી વિવેકાનંદ
(B) અરવિંદો ઘોષ
(C) બાલ ગંગાધર તિલક
(D) બિપીનચંદ્ર પાલ
81. “પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન” – કયા કવિની પંક્તિઓ છે ?
(A) મીરાંબાઈ
(B) નરસિંહ મહેતા
(C) ભાલણ
(D) પ્રેમાનંદ
82. બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે?
(A) મહાજ્ઞાન-પ્રાપ્તિ
(B) મહાપરિનિર્વાણ
(C) ધર્મચક્રપ્રવર્તન
(D) મહાભિનિષ્ક્રમણ
83. મૌર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતે હતો?
(A) સમાહર્તા
(B) સન્નિધાતા
(C) મહાક્ષપટલિકા
(D) પ્રદ્વિવેકા
84. નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું?
(A) ચંદ્રગુપ્ત-ii
(B) સ્કન્દગુપ્ત
(C) સમુદ્રગુપ્ત
(D) કુમારગુપ્ત-i
85. નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી ii સાથે લડ્યો?
(A) મહેન્દ્રવર્મન
(B) સિંહવર્મન
(C) નમિવર્મન
(D) વિષ્ણુગોપવર્મન
86. નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લોમૈસુર યુદ્ધ લડાયું હતું?
(A) વોરન હેસ્ટિંગ્સ
(B) ચાર્લ્સ કોર્નવોલિસ
(C) રોબર્ટ ક્લાઇવ
(D) વેલેસ્લી
87. ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી?
(A) રાજા રામમોહનરાય
(B) દયાનંદ સરસ્વતી
(C) કેશવચંદ્ર સેન
(D) રામકૃષ્ણ પરમહંસ
88. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા?
(A) લાહોર, 1930
(B) કરાંચી, 1931
(C) નાગપુર, 1932
(D) મુંબઇ, 1934
89. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલિપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા?
(A) પરમેશ્વરવર્મન-i
(B) નરસિંહવર્મન-i
(C) નંદિવર્મન-ii
(D) પરમેશ્વરવર્મન-ii
90. સિંધુ સંસ્કૃતિના નીચેનાં પૈકી કયાં સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે?
i. લોથલ,
ii. બનાવલી
iii. હરપ્પા
iv. કાલીબંગા
(A) ફક્ત i અને ii
(B) ફ્ક્ત i અને iii
(C) ફ્ક્ત i અને iv
(D) i, ii, iii અને iv
91. નીચેના પૈકી કર્યો કાળક્ર્મ સાચો છે?
(A) પ્રથમ ગોળમેજી પરિષદ – દાંડી કૂચ – ગાંધી ઇરવીન કરાર – કોમી ચુકાદની જાહેરાત
(B) પ્રથમ ગોળમેજી પરિષદ – કોમી ચુકાદાની જાહેરાત – દાંડી કૂચ – ગાંધી ઇરવીન કરાર
(C) દાંડી કૂચ – પ્રથમ ગોળમેજી પરિષદ – ગાંધી ઇરવીન કરાર – કોમી -ચુકાદાની જાહેરાત
(D) પ્રથમ ગોળમેજી પરિષદ – દાંડી કૂચ – કોમી ચુકાદની જાહેરાત – ગાંધી ઇરવીન કરાર
92. નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો?
(A) ચૌરી-ચૌરા બનાવ
(B) કાકોરી બનાવ
(C) રોલેટ સત્યાગ્રહ
(D) બારડોલી સત્યાગ્રહ
93. કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ?
(A) પ્રથમ
(B) બીજી
(C) ત્રીજી
(D) ચોથી
94. 1918માં શરૂ થયેલ ……. મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો.
(A) મદ્રાસ
(B) મુંબઈ
(C) કોલકાતા
(D) મદુરાઈ
95. સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ……. દ્વારા થઈ હતી.
(A) બી. આર. આંબેડકર
(B) જ્યોતિબા ફૂલે
(C) બાલગંગાધર તિલક
(D) સાવરકર
96. સાલબાઈની સંધિ 1782માં …….. અને અંગ્રેજો વચ્ચે થઈ.
(A) શીખ
(B) ગુરખા
(C) મરાઠા
(D) નિઝામ
97. ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી?
(A) પુષ્યગુપ્ત
(B) કૌટિલ્ય
(c) વાસગુપ્ત
(D) રાધાગુપ્ત
98. સમાચારપત્ર‘ અમૃત બાઝાર પત્રિકા’ના સંસ્થાપક નીચેના પૈકી કોણ હતું?
(A) બંકિમચન્દ્ર ચેટર્જી
(B) ઈશ્વરચન્દ્ર વિધાસાગર
(C) મોતીલાલ ઘોષ
(D) માર્શમેન
99. લોથલ સ્થળના ઉત્ખનનકર્તા પુરાતત્ત્વવિદ નીચેના પૈકી કોણ હતા?
(A) વી. કે. થાપર
(B) એસ. એમ. તલવાર
(C) બી. બી. લાલ
(D) રખાલદાસ બેનર્જી
ઉત્તર : (B) એસ. એમ. તલવાર
100. વિક્રમશીલા વિશ્વવિધાલયની સ્થાપના નીચેના પૈકી કોો કરી હતી?
(A) ધર્મપાલ
(B) દેવપાલ
(C) ગોપાલપાલ
(D) ઉપર પૈકી એક પણ નહીં
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here